BREAKING NEWS

જામનગર: જામજોધપુરમાં ફર્નિચરનું કામ કરતા યુવાનને કારમાં ઉપાડી જઇ માર માર્યો

  • June 25, 2026 01:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: જામજોધપુરમાં ફર્નિચરનું કામ કરતા યુવાનને કારમાં ઉપાડી જઇ માર માર્યો

વાલોત્રા ગામના ત્રણ શખ્સોનું કારસ્તાન : મારી નાખવાની ધમકી દીધી 

જામજોધપુર યાર્ડ ખાતે ફર્નિચરનું કામ કરતા યુવાનને કારમાં ઉપાડી જઇ બાલવા રોડ પર ઢીકાપાટુ અને લાકડી વડે માર મારી નીચે ઉતારી દઇને મારી નાખવાની ધમકી દીધાની રાણાવા તાલુકાના વાલોત્રા ગામના ૩ શખ્સો વિરુઘ્ધ ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ લંબાવવામાં આવી છે. 

પોરબંદરના રાણાવાવ ના વાલોત્રા ગામમાં રહેતા ફર્નિચરનું કામ કરતા કિરીટ પ્રવિણભાઇ કોરીયા (ઉ.વ.૨૯) નામના યુવાનને આરોપીઓએ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ગત તા. ૧૮ના ફરીયાદી જામજોધપુર યાર્ડ પાસે દુકાને કામ કરતા હતા ત્યાં અર્ટીકા કાર નં. જીજે૫જેએન-૨૭૫૦ જઇને આરોપીઓએ ફરીયાદીને ગાડીમાં બેસાડીને બાલવા ગામ તરફના રોડ પર લઇ ગયા હતા. 

જયાં કિરીટભાઇને ઢીકાપાટુનો માર મારી અપશબ્દો બોલી ફરીયાદી તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ગાડીથી નીચે ઉતારી આરોપી ગોપાલે લાકડી વડે ફરીયાદીને બંને પગમાં મુંઢ માર માર્યો હતો.
​​​​​​​
દરમ્યાનમાં કિરીટભાઇ કોરીયા દ્વારા ગઇકાલે જામજોધપુર પોલીસમાં રાણાવાવ તાલુકાના વાલોત્રા ગામના ગોપાલ ઉર્ફે જતીન સુભારામ નિમાવત, અજય સરજુદાસ નિમાવત અને જનક સરજુદાસ નિમાવત નામના ૩ શખ્સ વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News