BREAKING NEWS

જામનગરનો શ્રમિક યુવાન  લાપત્તા બની જતાં વૃદ્ધ માતા પોલીસ મથકે પહોંચી: પોલીસ દ્વારા શોધખોળ

  • January 16, 2026 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરનો શ્રમિક યુવાન  લાપત્તા બની જતાં વૃદ્ધ માતા પોલીસ મથકે પહોંચી: પોલીસ દ્વારા શોધખોળ

જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતો એક શ્રમિક યુવાન એકાએક લાપતા બની ગયો છે, તેથી તેની વૃદ્ધ માતા પોલીસની મદદ માટે પહોંચી છે, અને પોલીસ ગુમ થનાર શ્રમિકને શોધી રહી છે.

જામનગરમાં મોટી પીપળા શેરીમાં રહેતો સાગર રમેશભાઈ વસાણી નામનો ૪૫ વર્ષનો શ્રમિક યુવાન કે જે આજથી દસેક દિવસ પહેલાં પોતાના ઘેરથી કડિયા કામની મજૂરી કરવા જાઉં છું, તેમ કહીને નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો, અને એકાએક લાપતા બની ગયો છે.
આ બનાવ બાદ ગુમ થનારની વૃદ્ધ માતા ભાવનાબેન રમેશભાઈ વસાણી (૬૫ વર્ષ), કે જેઓએ જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના ગુમ થયેલા પુત્ર ને શોધી આપવા રજૂઆત કરી છે. જેથી પોલીસ ટુકડી શ્રમિક યુવાનને શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application