BREAKING NEWS

જામનગર નજીક ટી-પોસ્ટની સામે કુવામાંથી મહિલાની લાશ સાંપડી

  • June 22, 2026 01:04 PM 

જામનગર નજીક ટી-પોસ્ટની સામે કુવામાંથી મહિલાની લાશ સાંપડી

ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યો : મૃતકની કરાતી ઓળખ

જામનગર-ખંભાળીયા હાઇવે ટી-પોસ્ટ સામેના વિસ્તારમાં એક કુવામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો, આ અંગેની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટુકડી સ્થળ પર પહોચી હતી, ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢી પોલીસને સોપ્યો હતો, તપાસ દરમ્યાન મૃતકની ઓળખ કરી લેવાઇ છે. 

જામનગર નજીક તુલશી પાર્ટી પ્લોટ ટી-પોસ્ટની સામે પાણીના કુવામાં મહિલાનો મૃતદેહ હોવાની વિગત ફાયર અને પોલીસને આપવામાં આવી હતી તાકહીદે પોલીસ ટુકડી અને ફાયરની ટીમ સ્થળ પર પહોચી હતી ફાયરના જવાનોએ મૃતદેહને બહાર કાઢીને પોલીસને સોપ્યો હતો.

પોલીસ દ્વારા પીએમ વિધી અને મૃતકની ઓળખ મેળવવા તપાસ આગળ ધપાવી હતી તપાસ દરમ્યાન મૃતક મહિલાનું નામ કવિતાબેન કુંદન (ઉ.વ.આશરે ૪૭) રહે. ભીમવાસ વિસ્તાર અને રખડતુ ભટકતુ જીવન જીવતી હોવાનું જાણવા મળ્યુ હતું. ડુબી જવાના કારણે મૃત્યુ થયાનું અનુમાન લગાવીને પોલીસ દ્વારા મૃતદેહને કોલ્ડરૂમમાં રાખી મૃતકના વાલી વારસ બાબતે તપાસ લંબાવવામાં આવી છે આ અંગેની કાર્યવાહી સીટી-સી ડીવીઝન પીએસઆઇ પરમાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application