Viral video : ઘરે બેઠા ચાંદો દેખાય છે તો ત્યાં જવાના પાપડ શું કામ વણવા : પાકિસ્તાની મંત્રી

  • July 19, 2023 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ઈસરોએ 14 જુલાઈના રોજ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. ત્યારે પણ તેના લોન્ચિંગ સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ છે. વિવિધ દેશોમાં હાજર ભારતીયોએ આકાશમાં ઉડતા ચંદ્રયાન-3નો વીડિયો પોતાના કેમેરામાં શૂટ કર્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.



ઘણા લોકોએ તેને રહસ્યમય પ્રકાશ પણ સમજી લીધો. હાલમાં પાકિસ્તાનના એક પૂર્વ મંત્રીનો એક ફની વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં તેણે ચંદ્રયાન-3 વિશે કંઈક એવું કહ્યું છે જેને જોઈને તમે હસી પડશો.


પાકિસ્તાનના આ પૂર્વ મંત્રીનું નામ છે ફવાદ ચૌધરી, જે અવારનવાર પોતાના વિચિત્ર નિવેદનોને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં વાયરલ થઈ રહેલા તેના વીડિયોમાં તે ન્યૂઝ ડિબેટમાં બેસીને ચંદ્રયાન-3 વિશે વાત કરતો જોવા મળે છે. તેઓ કહે છે કે જ્યારે આપણને ઘરે બેઠા બેઠા ચંદ્ર દેખાય છે તો ત્યાં જવાની શું જરૂર છે? વીડિયોમાં તમે જોઈ શકો છો કે મંત્રી કહી રહ્યા છે કે આટલા પાપડ વણવાની જરૂર નથી. જ્યારે આપણે ઘરે બેસીને ચંદ્ર જોઈ શકીએ છીએ, તેનું સ્થાન જાણી શકીએ છીએ, તો પછી ત્યાં જવાની શું જરૂર છે?



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application