સ્થાનિક શેરબજારે શુક્રવારે સતત બીજા દિવસે નવી ઓલ ટાઈમ હાઈનો રેકોર્ડ બનાવ્યો હતો. વ્યાપારની ધીમી શઆત બાદ થોડા જ સમયમાં બજારમાં જબરદસ્ત રેલી રેકોર્ડ નોંધાયો હતો અને બીએસસી સેન્સેકસે ઈતિહાસમાં પ્રથમ વખત આંકડો ૮૪ હજારનો આંકડો પાર ગયો છે.
સ્થાનિક માર્કેટએ આજે નજીવા વધારા સાથે વ્યાપારની શઆત કરી હતી અને શઆતના સત્રમાં બજાર પર દબાણ જોવા મળ્યું હતું. સવારે ૯:૧૫ કલાકે સેન્સેકસ ૩૫૦ પોઈન્ટ અને નિટી લગભગ ૧૦૦ પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો. થોડીવાર પછી, સવારે ૯:૨૦ કલાકે, સેન્સેકસનો ફાયદો ઘટીને ૧૭૫ પોઈન્ટ થઈ ગયો હતો અને તે ૮૩,૩૭૦ પોઈન્ટની નજીક ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે, બાદમાં ટ્રેડિંગ દરમિયાન માર્કેટમાં શાનદાર વાપસી થઈ.
સવારે ૧૧ કલાકે, સેન્સેકસ ૮૧૬ પોઈન્ટ (લગભગ ૧ ટકા) કરતા વધુના વધારા સાથે ૮૩,૯૮૫.૦૭ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો. તે પહેલા સેન્સેકસ એક વખત ઈન્ટ્રાડે ૮૪,૦૨૬.૮૫ પોઈન્ટ પર પહોંચ્યો હતો. સેન્સેકસના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે યારે તે ૮૪ હજાર પોઈન્ટના સ્તરને પાર કરી ગયો છે. એ જ રીતે, ૨૫,૬૬૩.૪૫ પોઈન્ટની ઐંચી સપાટીને સ્પશ્ર્યા બાદ, નિટી સવારે ૧૧ કલાકે લગભગ ૨૨૫ પોઈન્ટ (૦.૯૦ ટકા)ના વધારા સાથે ૨૫,૬૪૫ પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો હતો.
આ પહેલા ગુવારે પણ સ્થાનિક બજારે નવા ઉચ્ચ સ્તરનો રેકોર્ડ બનાવ્યો હતો. ગઈકાલના ટ્રેડિંગમાં, સેન્સેકસ ૮૩,૭૭૩.૬૧ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શી ગયો હતો અને નિટીએ ૨૫,૬૧૧.૯૫ પોઈન્ટની નવી ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ કર્યેા હતો. બાદમાં ઐંચા સ્તરે પ્રોફિટ બુકિંગને કારણે બજાર થોડું નીચે આવ્યું હતું. ટ્રેડિંગના અંતે સેન્સેકસ ૨૩૬.૫૭ પોઈન્ટ (૦.૨૯ ટકા)ના વધારા સાથે ૮૩,૧૮૪.૮૦ પોઈન્ટ પર અને નિટી૫૦ ૩૮.૨૫ પોઈન્ટ (૦.૧૫ ટકા)ના વધારા સાથે ૨૫,૪૧૫.૯૫ પોઈન્ટ પર બધં થયો હતો.
આજના કારોબારમાં સ્થાનિક બજારને બેન્કિંગ, આઈટી, ઓટો, મેટલ્સ અને એનર્જી શેરોનો ટેકો મળી રહ્યો છે. આ ક્ષેત્રોના શેરોમાં અદભૂત ઉછાળો જોવા મળી રહ્યો છે, જેણે બજારને પ્રોફિટ બુકિંગના દબાણને દૂર કરવામાં મદદ કરી. સેન્સેકસ પર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને સ્ટીલના શેરમાં લગભગ ૪–૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. માતિ સુઝુકી, ટાટા સ્ટીલ અને એલએન્ડટીમાં ૨–૨ ટકાથી વધુનો ઉછાળો રહ્યો હતો. સેન્સેકસ પર માત્ર ત્રણ શેરો એકિસસ બેન્ક, એનટીપીસી અને ટીસીએસ નકારાત્મક ટ્રેડ થઈ રહ્યા હતા.
વૈશ્વિક બજારો પહેલાથી જ અનુકૂળ રહ્યા છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વ દ્રારા વ્યાજદરમાં અપેક્ષા કરતાં વધુ ૦.૫૦ ટકાનો ઘટાડો કર્યા બાદ શેરબજારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. ગઈ કાલે અમેરિકન માર્કેટમાં અદભૂત ઉછાળો જોવા મળ્યો હતો અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ સહિત અન્ય ઘણા મોટા ઈન્ડેકસ નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech