શીંગડા-જામરાવલ તરફનો પંચકોશી સીમ વિસ્તાર ભારતમાં છે કે પાકિસ્તાનમાં?

  • September 20, 2024 03:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના શીંગડાથી જામરાવલ તરફ જતો અને પોરબંદર તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાને જોડતો રસ્તો સહિત પંચકોશી સીમવિસ્તારમાં જમીન ધોવાણ થઇ ગયુ હોવા છતાં અને વીજવાયરોને નુકશાન પહોંચ્યુ હોવા છતાં દોઢ-દોઢ મહિનાથી તંત્ર જાગ્યુ નથી એમ જણાવીને આ વિસ્તારના ખેડૂત અગ્રણીએ આક્રોશ વ્યકત કર્યો છે.
પોરબંદરના ખેડૂત અગ્રણી રાજશીભાઇ કારાભાઇ ગોરાણીયાએ કરેલી રજૂઆતમાં જણાવ્યુ છેકે બે મહિના પહેલા પૂરના પાણી અને વધુ વરસાદના કારણે પંચકોશી સીમ વિસ્તારમાં મોટુ નુકશાન થયુ છે અને શીંગડાથી જામરાવલ તરફ જતો રસ્તો ધોવાઇ ગયો છે તેમજ અનેક જગ્યાએ જમીનનું ધોવાણ થયુ છે. ભીખુભાઇ ઘેલાભાઇ ગોરાણીયાની જમીનમાં ખૂબ મોટું નુકશાન થયુ છે તે જ રીતે અન્ય ધરતીપુત્રોને પણ નુકશાની થઇ છે. તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે કોઇ સર્વે કરવા માટે આ વિસ્તારમાં આવ્યુ નથી કારણકે બે જિલ્લાને જોડતી સરહદ છે તેથી અમે ભારતમાં જ રહીએ છીએ, પાકિસ્તાનમાં નહીં. 
તેમ છતાં શા માટે ભેદભાવ દાખવવામાં આવે છે ? તેવો સવાલ રાજશીભાઇ ગોરાણીયાએ ઉઠાવ્યો હતો. 
તેઓએ વધુમાં ઉમેર્યુ હતુ કે પોરબંદર જિલ્લામાં છેલ્લા એકાદ મહિનાથી વરસાદે વિરામ લીધો છે અને હાલમાં મગફળીના પાકને પિયતની જ‚રિયાત છે ત્યારે પંચકોશી સીમ વિસ્તારમાં જર્જરિત વીજવાયરોનું સમારકામ થયુ નહી હોવાથી પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નહી હોવાથી મગફળીના પાકને પણ મોટું નુકશાન થઇ રહ્યુ છે માટે  આ વિસ્તારમાં સરકાર દ્વારા ભેદભાવ દાખવવામાં આવતો હોવાનું જણાવી આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application