વકફ કાયદામાં થયેલા ફેરફારો સામે આજે સુપ્રીમ કોર્ટમાં પહેલી અરજી દાખલ કરવામાં આવી છે. કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદે વક્ફ સુધારા બિલ 2025ને પડકાર્યો છે. લોકસભામાં પસાર થયા બાદ, ગુરુવારે રાજ્યસભામાં પણ આ બિલ પસાર થયું હતું. મોહમ્મદ જાવેદે આ કાયદાને મૂળભૂત અધિકારો અને ધાર્મિક અધિકારોની વિરુદ્ધ ગણાવ્યો છે. તેમણે વકફ સુધારા કાયદાને મુસ્લિમો સામે ભેદભાવપૂર્ણ ગણાવ્યો છે.
મોહમ્મદ જાવેદ લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના વ્હીપ છે અને વક્ફ બિલ માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)નો પણ ભાગ હતા. તેમનું કહેવું છે કે આ કાયદો બંધારણના અનુચ્છેદ ૧૪ (સમાનતાનો અધિકાર), ૨૫ (ધર્મ પાળવાની સ્વતંત્રતા), ૨૬ (ધાર્મિક બાબતોનું સંચાલન કરવાની સ્વતંત્રતા), ૨૯ (લઘુમતીઓના અધિકારો) અને ૩૦૦એ (સંપત્તિનો અધિકાર)નું ઉલ્લંઘન કરે છે.
વકફ સુધારા બિલ લોકસભા અને રાજ્યસભા દ્વારા પસાર થઈ ગયું છે અને હવે રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોઈ રહ્યું છે. જાવેદ મોહમ્મદે એડવોકેટ અનસ તનવીર દ્વારા અરજી દાખલ કરી છે. તેઓ કહે છે કે આ કાયદો મુસ્લિમો સામે ભેદભાવ કરે છે. કારણ કે તે એવા નિયંત્રણો લાદે છે જે અન્ય ધર્મોની પ્રણાલીઓમાં અસ્તિત્વમાં નથી.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જ્યારે હિન્દુ અને શીખ ટ્રસ્ટોને સ્વ-નિયમન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે, ત્યારે વકફ એક્ટ, 1995માં સુધારો કરવાથી વકફના મામલામાં રાજ્યનો હસ્તક્ષેપ અપ્રમાણસર રીતે વધે છે. આવો ભેદભાવ કલમ ૧૪નું ઉલ્લંઘન છે. તેમણે સુધારા બિલ સામે પણ વાંધો ઉઠાવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ઓછામાં ઓછા પાંચ વર્ષથી ઇસ્લામનું પાલન કરનારાઓને જ વકફને મિલકત આપવાનો અધિકાર છે. તેમણે કહ્યું કે આ કલમ 25નું ઉલ્લંઘન છે, જે ધર્મ પાળવાનો અને તેનો સ્વીકાર કરવાનો અધિકાર આપે છે. અરજદારે જણાવ્યું હતું કે તે એવા લોકો સાથે પણ ભેદભાવ કરે છે જેમણે હમણાં જ ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે અને પોતાની મિલકત વકફને આપવા માંગે છે, જે કલમ 15નું પણ ઉલ્લંઘન છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોનાના ભાવમાં મોટો ઘટાડો, 1300 રૂપિયાથી વધુનો ઘટાડો, ચાંદીના ભાવ પણ તૂટ્યા
April 04, 2025 10:44 PMટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech