અધિકારીઓએ દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ આરોગ્ય મંદિર ખાતે આવેલ હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તે અંગેની ઝીણવટભરી માહિતી મેળવી
જામનગર તા.૦૪ એપ્રિલ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન હેઠળના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટર(GTMC)ના અધિકારીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ અહી દર્દીઓને અપાતી આયુર્વેદ સેવાઓ તથા કાર્ય પદ્ધતિઓ વિશેની ઝીણવટભરી માહિતી મેળવી હતી.
આ તકે દક્ષિણ કોરીયાથી ઉપસ્થિત રહેલ ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીયે રિન પર્ક, ડો.વનિતા તેમજ તેમની ટીમે આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળાની મુલાકાત લઈ આરોગ્ય મંદિર દ્વારા આપવામાં આવતી આયુર્વેદ સેવાઓ વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તેમજ દવાખાનાના તમામ રેકોર્ડ તેમજ દફતર વર્ગીકરણ તેમજ માસિક રિપોર્ટ વિશે પણ વિગતો મેળવી હતી.
સાથે જ દવાખાનામાં ઉપલબ્ધ દવાઓ તેમજ તેમના સ્ટોક મેન્ટેનન્સ અંગેની માહિતી મેળવી હતી.અધિકારીઓએ આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા ખાતેના હર્બલ ગાર્ડનની મુલાકાત લઈ તેમાં ઉગાડેલ આયુર્વેદિક વનસ્પતિઓ તેમજ તેમના ઉપયોગ વિશે જાણકારી મેળવી હતી અને મુલાકાત દરમિયાન ઓપીડીમાં હાજર રહેલ તમામ દર્દીઓના પ્રતિભાવો પણ મેળવ્યા હતા.આ તમામ માહિતી મેળવી આયુષ્માન આરોગ્ય મંદિર મોટા ઇટાળા દ્વારા લોકોને અપાતી આયુર્વેદ સેવાઓ તેમજ હર્બલ ગાર્ડન અને રેકોર્ડ જાળવણી અને દવાના સ્ટોક મેન્ટેનન્સથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા અને આરોગ્ય મંદિરના મેડિકલ ઓફિસર શ્રી ડો.જે.પી સોનગરાની કામગીરીને બિરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં હાઈ એલર્ટ બાદ આજરોજ વેપાર ધંધા બંધ કરાવવામાં આવ્યા
May 10, 2025 05:33 PMમોદી સરકારનો મોટો નિર્ણય, ભારતમાં કોઈપણ આતંકવાદી હુમલો થશે તો તેને યુદ્ધ ગણવામાં આવશે
May 10, 2025 05:14 PMભારત પાક યુદ્ધ પરિસ્થિતિ જામનગર ટાઉન હોલ વિસ્તારમાં વાગ્યું સાયરન
May 10, 2025 04:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech