સંસદ દ્વારા વક્ફ સુધારા બિલ પસાર થવા સામે દેશમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. શુક્રવારની નમાજ પછી, પશ્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, તમિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આસામમાં મુસ્લિમો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
લોકોના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી
અમદાવાદમાં મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા. તેમના પોસ્ટરો અને બેનરો પર લખ્યું હતું- વકફ બિલ પાછું લો, યુસીસીનો અસ્વીકાર કરો. લોકોના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. લોકોએ "સરમુખત્યારશાહી નહીં ચાલે" ના નારા લગાવ્યા. પોલીસે 50 લોકોની અટકાયત કરી હતી.
કોલકાતામાં હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા
પશ્ચિમ બંગાળના કોલકાતામાં પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા હતા. અહીં પણ લોકો વક્ફ બિલને નકારવાની માંગણી સાથે બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં ઘણી જગ્યાએ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. વક્ફ બિલના વિરોધમાં લોકોએ પ્લેકાર્ડ સળગાવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મોડીરાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વકફ સુધારા બિલ પસાર થયું હતું. બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા હતા. એક દિવસ પહેલા, લોકસભામાં પણ બિલ પર 12 કલાક ચર્ચા થઈ હતી. આ પછી, 288 સાંસદોએ પક્ષમાં મતદાન કર્યું અને 232 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech