BREAKING NEWS

જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” હેઠળ વિવિધ કાર્યવાહી હાથ ધરાઈ

  • April 20, 2026 09:56 AM 

જામનગરમાં સિટી બી. ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” હેઠળ વિવિધ કાર્યવાહી હાથ ધરાઈ

જામનગર જિલ્લામાં આગામી સ્થાનીક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા “સ્પેશ્યલ કોમ્બીંગ ડ્રાઇવ” હાથ ધરવામાં આવી હતી. રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લીપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.આ ડ્રાઇવ અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક જયવિરસિંહ ઝાલાની આગેવાનીમાં એલ.સી.બી., એસ.ઓ.જી., પેરોલ-ફર્લો સ્ક્વોડ તથા સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ. એન.એમ. ગઢવી અને તેઓના સ્ટાફ દ્વારા બેડેશ્વર વિસ્તારમાં કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું હતું.


આ કાર્યવહી દરમિયાન કુલ મળીને વિવિધ પ્રકારની ચકાસણી અને કેસ નોંધાયા હતા, જેમાં એમ.વી. એક્ટ હેઠળ ૭ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ટ્રાફિકના ૨ મેમો આપવામાં આવ્યા હતા. અને પ્રોહિબિશન હેઠળ ૨ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત ૫ બુટલેગરના રહેઠાણોની તપાસ, ૩ જાણીતા જુગારીઓની ચકાસણી, ૫ ટપોરી તત્વોની તપાસ, ૧ હિસ્ટ્રીશીટરની ચકાસણી અને એમ.સી.આર. હેઠળ ૧૧ ચકાસણીઓ કરવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News