BREAKING NEWS

દ્વારકા પંથકમાં વધુ બે શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ

  • April 24, 2026 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકા પંથકમાં વધુ બે શખ્સો સામે પાસાનું શસ્ત્ર ઉગામતી પોલીસ


એલસીબી દ્વારા મહેસાણા અને અમરેલી જેલમાં મોકલી આપવા તજવીજ


દ્વારકા એલસીબી દ્વારા વધુ બે શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરીને અટકાયતી પગલા લઇ બંનેને મહેસાણા અને અમરેલી જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.


રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય તથા દેવભૂમિ દ્વારકા જીલ્લાના પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાએ સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અનુસંધાને કાયદો વ્યવસ્થા સુદ્રઢ બનાવવાના હેતુસર અસામાજીક તત્વો, માથાભારે ઇસમો તેમજ દારૂ-જુગારના બુટલેગરો વિરૂદ્ધ કડક હાથે કાર્યવાહી કરવા સબબ કરેલ સુચના અનુસાર એલ.સી.બી.ના ઇન્ચા. પોલીસ ઇન્સ્પેકટર એન.એચ.જોષીના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ.બી.એમ.દેવમુરારી નાઓએ જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોની ગુનાહિત ઇતિહાસની માહીતી એકત્રિત કરી કાન્તીલાલ અને સુનિલભા નામના ઇસમ તથા પ્રોહી બુટલેગરની અસરકારક રીતેની પાસા દરખાસ્તો વિધિવત તૈયાર કરી મોકલી આપવામાં આવેલ.


જે આધારે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર રાજેશ એમ. તન્નાએ સમાજમાં ચાલી રહેલ દુષણરૂપી ચોરીની તથા દારૂની અસામાજિક પ્રવૃતિ ઉપર અંકુશ મેળવવા તેમજ સમાજના લોકો મુકતરીતે શાંતિમય વાતાવરણમાં પોતાનુ જીવન જીવી શકે તે પ્રકારનો હકારાત્મક અભિગમ અપનાવી ત્વરિત નિર્ણય લઇ ખંભાળીયાના શકિતનગરના કાંતીલાલ ડાયાલાલ નકુમ અને નરસંગ ટેકરીના સુનિલભા મેરૂભા માણેક ઇસમોની પાસા દરખાસ્તના કાગળોનો ઉંડાણપુર્વક અભ્યાસ-અવલોકન કરી પાસા દરખાસ્ત મંજુર કરી અટકાયત વોરંટ ઈશ્યુ કરતા  એલસીબી દ્વારા વોરંટોની બજવણી કરી ઇસમોને જેમાં કાંતીને મહેસાણા અને સુનિલભાને અમરેલી જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application