ગીરગઢડાના હરમડિયા-મોરવાડ રોડ ઉપર બે સિંહના આંટાફેરા

  • January 17, 2023 05:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીરગઢડા નજીક ગીર જંગલના વન્ય પ્રાણીઓ અવાર નવાર ગ્રામ્ય વિસ્તારમાં આવી પશુના મારણ કરી જતાં હોય છે. ત્યારે ગીરગઢડાના હરમડીયા મોરવાડ રોડ પર રાત્રી દરમિયાન કડકડતી ઠંડીમાં બે સિંહ જાણે નાઈટ પેટ્રોલીંગમાં નીકળ્યાં હોય તેમ ગ્રામ્ય વિસ્તારના સુમસાન રોડ પર આરામથી પગપાળા જતાં હોય ત્યારે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકે પોતાનું વાહન ધીમુ કરી દીધેલ તેમ છતાં બે સિંહ પોતાની મોજમાં આરામથી રસ્તા વચ્ચે જતાં નજરે પડે છે. આ સમયે વાહન ચાલકે આ વિડિયો કેદ કરેલ હોય કે વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ હતો..ગીર નજીકના ગામમાં વન્ય પ્રાણીઓ આવી પશુના મારણ કરી જતાં રહેતા હોય છે. થોડા દિવસો પહેલાજ નજીકના ગામમાં ઘુસી રહેણાંક મકાન પાસે મારણ કર્યું હતું અને લોકો રાત્રિનાં જાગી જતાં રહીશો એ સિહે કરેલ પશુનું મારણ લાઇવ નિહાળ્યું હોય આથી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાય ગયેલ હતું..



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application