BREAKING NEWS

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ઝબ્બે : બે ફરાર

  • April 16, 2026 01:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા બે ઝબ્બે : બે ફરાર

રોકડ અને બે મોબાઇલ કબ્જે લઇ ફરાર શખ્સોની તલાશ


જામનગરના રોજી પંપની સામેના વિસ્તારમાં મોબાઇલમાં ક્રિકેટના સોદા કરી જુગાર રમતા બે શખ્સોને સીટી-સી પોલીસે દબોચી લીધા હતા. જયારે અન્ય બેની સંડોવણી સામે આવી હતી.


જામનગર શહેરમાં આઇપીએલના સોદા કરનારા શખ્સો સામે પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરીને દરોડા પાડવામાં આવી રહયા છે ખાસ કરીને મોબાઇલ એપમાં પ્રસારણ નિહાળીને રનફેર, હારજીતના દાવ લગાડનારાને પકડી લેવામાં આવ્યા છે.


જામનગરના રોઝી પંપની સામેના વિસ્તારમાં આરોપીઓ જાહેરમાં ઉભા રહીને મોબાઇલમાં આઇડી ઉપર આઇપીએલના મેચ નિહાળીને સોદા પાડે છે એવી હકીકતના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડયો હતો જેમાં આરસીબી અને એલએસજી વચ્ચેની ૨૦-૨૦ ક્રિકેટ મેચનો સ્કોર નિહાળી જુગાર રમતા પવનચકકી ઢાળીયા નીચે રહેતા મયુર રાજેશ ફલીયા અને મિતેશ મુકેશ નંદા નામના બે શખ્સોને પકડી ૨ મોબાઇલ તથા રોકડ મળી કુલ ૧૧ હજારનો મુદામાલ કબ્જે કરાયો હતો.


બંને શખ્સો ફોનમાં સોદો ભાવિનના કહેવાથી અન્ય મોબાઇલધારક સાથે વાત કરી પાડતા હતા, પવનચકકી ઢાળીયે રહેતા ભાવિન પ્રકાશ ફલીયા અને એક મોબાઇલ ધારક આ બંનેને ફરાર જાહેર કરી ચારેયની વિરુઘ્ધ જુગારધારા મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News