BREAKING NEWS

જામનગર, દરેડમાં દારૂ-બિયર સાથે ત્રણ શખ્સની અટકાયત

  • April 14, 2026 06:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર, દરેડમાં દારૂ-બિયર સાથે ત્રણ શખ્સની અટકાયત


બાવરીવાસ, મારવાડીવાસ અને ફાટક પાસે દેશી દારૂ અંગે દરોડા : આથો, દારૂ અને ચાલુ ભઠ્ઠીના સાધનો મળી આવ્યા


જામનગર શહેર અને દરેડ વિસ્તારમાં દેશી-વિદેશી દારૂ અંગે પોલીસે દરોડા પાડયા હતા જેમાં બે શખ્સ શરાબના ચપટાઓ સાથે ઝપટમાં આવ્યા હતા, દરેડમાં એક શખ્સ ૮ બોટલ સાથે મળી આવ્યો હતો, એકનુ નામ ખુલ્યુ હતું ઉપરાંત બાવરીવાસ, મારવાડીવાસ, વુલનમીલ ફાટક વિસ્તારમાં દેશી દારૂ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા. 


જામનગરના શંકરટેકરી નવી નિશાળ નજીક રહેતા સોહીલ હમીદ લાખા નામના શખ્સને જાહેર રોડ પર શરાબનુ એક ચપટુ લઇને નીકળતા સીટી-એ પોલીસે પકડી લીધો હતો, જયારે ખોડીયાર કોલોનીમાં રહેતા અતુલ ઉમેદલાલ બાડમેર નામના શખ્સને ઇંગ્લીશ દારૂના ૪ ચપટા સાથે આ વિસ્તારમાંથી પકડી લીધો હતો.


આ ઉપરાંત શેઠવડાળામાં રહેતા આરીફ હનીફ નોતીયાર નામના શખ્સને વિદેશી દારૂની ૮ બોટલ કિ. ૧૦૪૦૦ના મુદામાલ સાથે દરેડ નીલગીરી ગોળાઇ વિસ્તારમાંથી પંચ-બી પોલીસે પકડી લીધો હતો દારૂનો જથ્થો પુરો પાડનાર દરેડના સુનિલસિંહ જાડેજાનું નામ ખુલ્યુ હતું. 


અન્ય દરોડામાં રણજીતસાગર રોડ, સધાના કોલોની એલ-૨૫માં રહેતા દિનેશ ચંદુ રાજાણી નામના શખ્સને બિયરના એક ટીન સાથે કોલોનીના મેઇન રોડ પરથી દબોચી લીધો હતો. જયારે મારવાડી વાસમાં અમરીબેન મુન્ના રાઠોડને ત્યાં દરોડો પાડી ૨૫ લીટર આથો, ૩ લીટર દેશી દારુ અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.


વુલનમીલ ફાટક બાવરીવાસમાં કાજલ પ્રિતમ ચૌહાણને ત્યાથી ૧૦ લી. દેશી દારૂ, ૧૧૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો, પુજા લખન કોળીને ત્યાથી ૧૫ લીટર દેશી દારૂ, ૧૧૦ લીટર આથો અને ચાલુ ભઠ્ઠીના સાધન, સિઘ્ધાર્થનગર પાછળ બાવરીવાસમાં આશા આત્મારામ કોળીને ત્યાથી ૧૦૫ લીટર આથો, ભઠ્ઠીના સાધનો અને ૧૫ લીટર દારૂ તેમજ બાવરીવાસમાં આરતી ધરમપાલ વઢીયારના મકાનેથી ૧૦ લીટર દારૂ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો તેમજ વુલનમીલ ફાટક પાસે રહેતી ગીતા લક્ષમણ ડાભીને ત્યાથી ૫ લીટર દેશી દારૂ, ૮૦ લીટર આથો અને ભઠ્ઠીના સાધનો મળી આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News