જામનગરમાં યુવતીને હડધુત કરીને મારી નાખવાની ધમકી
અગાઉના ઝઘડાનો ખાર કારણભુત : પાડોશી મહિલા સહિત પાંચ સામે રાવ
જામનગરના રણજીતસાગર રોડ મંગલધામ સોસાયટી વિસ્તારમાં અગાઉ પાડોશી મહિલા સાથે ઝઘડો થયો હોય જે બાબતનો ખાર રાખીને અહી રહેતી યુવતીને ધમકી આપીને હડધુત કર્યાની મહિલાઓ સહિતના પાંચ સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના રણજીતસાગર રોડ મંગલધામ સોસાયટી શેરી નં. ૬માં રહેતા ધનીબેન ઉર્ફે કોમલબેન જયદીપભાઇ બગડા (ઉ.વ.૨૬) નામની યુવતી અને આરોપી એક જ શેરીમાં રહેતા હોય અગાઉ ૩ પાડોશી સામે ઝઘડો થયો હતો.
જે બાબતનો ખાર રાખીને આરોપીઓ અવાર નવાર ફરીયાદી યુવતીને અપશબ્દો કહી જાતી પ્રત્યે અપમાનીત કરી મારી નાખવાની ધમકી દીધી હતી આથી ધનીબેન દ્વારા ગઇકાલે સીટી-એ ડીવીઝનમાં રશીદાબેન જાવીદ, રશીદાબેનની દીકરી તથા દક્ષાબેન હરીયાણી, દક્ષાબેનની બહેન અને સુનિલ હરીયાણીની વિરુઘ્ધ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ની કલમ તથા એટ્રોસીટી એકટ મુજબ ફરીયાદ નોંધાવી હતી જેના આધારે એસસીએસટી સેલના ડીવાયએસપી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.