રાત્રીના બંને સિક્યુરિટીમેન ઉંઘી જતા તસ્કરો 2.85 લાખની બેટરી ચોરી ગયા

  • December 12, 2023 04:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાંગશીયાળી ગામની સીમમાં  કંપ્નીના સ્ટોક યાર્ડ માંથી તસ્કરો રાત્રિના રૂપિયા 2.50 લાખની 19 બેટરી ચોરી કરી ગયા હતા. અહીં યાર્ડમાં રાત્રિના બે-બે સિક્યુરિટીમેન હોય પરંતુ બંને ઊંઘી જતા તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.
ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં સાધુવાસવાણી રોડ પર ગોપાલ ચોક પાસે આદિત્ય હાઈટ્સમાં રહેતા યશભાઈ નરેશભાઈ ગોટેચા(ઉ.વ 25) દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ટાટા જીતેન્દ્ર ઓટોમોબાઇલ્સ કંપ્નીમાં મેનેજર તરીકે નોકરી કરે છે અને કંપ્નીને કાંગશીયાળી ગામની સીમમાં ડોક્ટર નીરજા શેઠની માલિકીની ફોલ્ડિંગ દિવાલવાળી જગ્યામાં સ્ટોક યાર્ડ આવેલું છે. જ્યાં કંપ્નીના ટ્રક અને અન્ય વાહનો રાખવામાં આવે છે.

ગત તા.5/12 રોજ સવારના સુમારે ફરિયાદી પોતાના ઘરે હતા ત્યારે કંપ્નીના સિક્યુરિટીમેન નિલેશભાઈ પંડ્યાનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે, આપણે આપણી કંપ્નીમાં સ્ટોક યાર્ડમાં રાખેલ આઇસર તથા ડમ્પરમાંથી અલગ અલગ કુલ 19 બેટરી રાત્રીના કોઈ ચોરી કરી ગયું છે. આ વાત સાંભળી ફરિયાદી તુરંત અહીં સ્ટોક યાર્ડ પહોંચી ગયા હતા જ્યાં નિલેશભાઈ તથા સુપરવાઇઝર રાજુભાઈ અને રાત્રીના સિક્યુરિટીવાળા રામજીભાઈ,મયુરભાઈ સહિતના હાજર હતા આ દરમિયાન નિલેશભાઈ જણાવ્યું હતું કે હું સવારના મારી નોકરી ઉપર આવેલ ત્યારે સિક્યુરિટી ગાર્ડ મયુરભાઈએ વાત કરી હતી કે હું તથા રામજીભાઈ ગઈકાલ રાત્રીના અમારી નોકરી ઉપર હતા અને મારે બે ત્રણ નાઈટ નો ઉજાગરો હોય જેથી હું આશરે 12:30 વાગ્યે સૂઈ ગયો હતો અને રામજીભાઈની તબિયત બરોબર ન હોય જેથી તે પણ મોડી રાત્રીના અઢી વાગ્યા આસપાસ સૂઈ ગયા હતા અને સવારના સાતેક વાગ્યે ઊંઘ ઉડતા સ્ટોક યાર્ડમાં પડેલ વાહનો ચેક કરવા ચક્કર મારતા આઇસર અને ડમ્પર એમ કુલ 23 વાહનો રાખેલ છે જેમાંથી ટાટા કંપ્નીના આઇસર વાહનમાંથી કુલ સાત બેટરી અને ડમ્પર વાહનમાંથી 12 બેટરી મળી કુલ 19 બેટરીઓની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું. આમ રાત્રીના કોઈ શખસોએ અહીં સ્ટોક યાર્ડમાં ઘૂસી રૂપિયા 2.85 લાખની કિંમતની 19 બેટરીઓની ચોરી ચોરી કરી ગયા હતા. જે અંગે કંપ્નીના મેનેજર દ્વારા શાપર વેરાવળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી બેટરીની ચોરી કરી જનાર તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application