BREAKING NEWS

નગરમાં પરશુરામ જયંતિ માટે સમસ્ત બ્રહ્મસમાજની મીટીંગ મળી, આયોજનને અપાયો આખરી ઓપ.

  • April 06, 2026 01:12 PM 


નગરમાં પરશુરામ જયંતિ માટે સમસ્ત બ્રહ્મસમાજની મીટીંગ મળી, આયોજનને અપાયો આખરી ઓપ.

​​​​​​​જામનગર શહેર જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ દ્વારા ભગવાન પરશુરામના જન્મજયંતિ નિમિતે શોભાયાત્રા નિમિતે બીજી મીટીંગ રવિવારે રાત્રે દયાશંકર બ્રહ્મપુરીમાં મળી હતી જેમાં બ્રહ્મસમાજના અનેક ઘટકોના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી. શોભાયાત્રાના માર્ગમાં ઠંડા પીણા, પાણી, પ્રસાદ સહિતની વસ્તુઓ આપવા માટેનું આયોજન કરાયુ છે. યાત્રામાં વિવિધ ફલોટસ રાખવામાં આવશે તેવુ પણ નકકી થયુ હતું અને ત્યારબાદ મહાપ્રસાદનુ આયોજન છે. સમગ્ર યાત્રાના આયોજન માટે મહિલા પાંખના જિલ્લા પ્રમુખ મનીષાબેન સુંબડને જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત જિલ્લા પ્રમુખ આશિષ જોશી, શહેર પ્રમુખ હિરેન કનૈયા, જિલ્લા મંત્રી ભાસ્કરભાઇ જોશી, શહેર મંત્રી જસ્મીન ધોળકીયા, યુવા પાંખના જનક ખેતીયા, ચિરાગ પંડયા, વિમલ જોશી, મહિલા પાંખના શહેર પ્રમુખ જાગૃતિબેન ત્રિવેદી, જિલ્લા મંત્રી વૈશાલીબેન જોશી, અને મીનાબેન જયોતિષી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી રહ્યા છે. 
​​​​​​​





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News