સમસ્ત જૈન સમાજ જોગ-વર્ષીતપ શુભારંભ
૨૦ એપ્રીલથી ૨૦ મે દરમ્યાન સવારે ૭ થી ૯ પારણા, સાંજે ૪-૩૦ થી ૬ અતરવારણા
જામનગરમાં બિરાજતા પ.પૂ. કેશવજીમુની મહારાજ સાહેબ આદીથાણા તેમજ પ.પૂ. ઝવેર પરિવારના બા. બ્ર.પ.પૂ. દયાબાઇ સ્વામીના સુષ્યાઓ તેમજ અન્ય મુર્તીપુજક સંતોના આશીર્વાદથી આગામી ૨૦ એપ્રીલથી ૨૦ મે દરમ્યાન તપસ્વીઓ વર્ષીતપ ચાલુ કરી શકે તેમ છે.
દાતા પરિવાર શ્રી જયસુખલાલ મનસુખલાલ વાલજીભાઇ શાહ હસ્તે સંઘમાતા હેમલતાબા પરિવાર (સંઘમાતાના જયેષ્ઠ પુત્ર મુકેશભાઇ તથા સૌથી નાના પુત્રવધુ જયશ્રીબેનની સ્મૃતીમાં પારણા સવારે ૭ થી ૯ અને અતરવારણા સાંજે ૪-૩૦ થી ૬ આધાર સુર્યોદય અને સુર્યાસ્ત પ્રમાણે શ્રી લોકાગચ્છ કુ. પક્ષજ્ઞાતીની વાડીએ મુર્તીપુજકો માટે ખાસ બેઠક વ્યવસ્થા જેમને પારણા અને અતરવારણાની વ્યવસ્થા મુર્તીપુજક શ્રાવકોની દેખરેખ હેઠળ થશે, પ્રાત્યાખ્યાન તપસ્વીઓએ પોતાના નજીકના ઉપાશ્રયમાં લેવા અનુરોધ કરાયો છે.
પારણા અને અતરવારણા કરનાર તપસ્વીઓ દુરથી આવતા હશે તો આવવા જવાની વ્યવસ્થા અથવા ભાડુ આપવામાં આવશે. જેને તપસ્વીનું ભવિષ્યમાં બહુમાન કરવુ હોય તેને પોતાના નામ મંજુબેન મહેતા (મો. ૯૮૨૪૫ ૪૭૬૫૩)ને નોંધાવવા જણાવ્યુ છે.
તપસ્વીઓનુ બહુમાન દાતા પરિવાર જયસુખલાલ મનજીભાઇ વાલજીભાઇ શાહ હ. સંઘમાતા હેમલતાબા પરિવાર, મીનાબેન વિરેનભાઇ શેઠ મુંબઇ, કોકીલાબેન પ્રભુલાલ સંઘરાજ શાહ હ. કલ્પનાબેન વિરેન્દ્રભાઇ દોશી, પ્રકાશભાઇ જયકરભાઇ શાહ (વેવાઇ થાનગઢ) તેમ સ્થાનકવાસી મોટા સંઘ જામનગર કમિટી વતી દિપકભાઇ શાહની યાદીમા જણાવાયુ છે.