BREAKING NEWS

ગલ્ફ વોર: જામનગરના બ્રાસઉધોગને ફટકાથી ટ્રાન્સપોર્ટ ઉધોગની પણ માઠી..!

  • March 31, 2026 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગલ્ફ વોર: જામનગરના બ્રાસઉધોગને ફટકાથી ટ્રાન્સપોર્ટ ઉધોગની પણ માઠી..!

ગલ્ફ વોરથી જામનગરના બ્રાસઉધોગને કમરતોડ ફટકો પડતા શહેરના ટ્રાન્સપોર્ટ ઉધોગને પણ માઠી અસર પહોંચી છે. કાચામાલની આવક બંધ થતા અને ગેસ સપ્લાય ખોરંભે ચડતા બ્રાસપાર્ટનું ઉત્પાદન મોંધુ થતાં ટ્રાન્સપોર્ટરો ભાડા વધારો ન કરી શકતા ભારે મૂંઝવણમાં મૂકાયા છે. આ કટોકટી જેવી સ્થિતિમાં રાજયમાં આવેલા સ્ટેટ અને નેશનલ ટોલ ટેકસમાં વધારો ઝીંકવામાં આવતા ટ્રાન્સપોર્ટ ઉધોગને બેવડો માર પડયો છે. આટલું જ નહીં ડીઝલનો જથ્થો મળવામાં પણ વિલંબ થતો હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જો આ સ્થિતિ રહી તો ટ્રાન્સપોર્ટ ઉધોગ પર સંકટ વધુ ઘે‚ બનવાની ભીતિ પણ ટ્રાન્સપોર્ટરોએ વ્યકત કરી છે. 

ઇઝરાયેલ-અમેરીકા અને ઇરાન વચ્ચે ચાલી રહેલા યુઘ્ધને કારણે વિશ્ર્વના અનેક દેશના અર્થતંત્ર કે જેઓનો યુઘ્ધમાં કોઇ રોલ નથી છતાં આ દેશના અર્થતંત્રને નુકસાન થઇ રહ્યું છે. ભારત પણ તેમાંથી બાકાત નથી. કારણ કે, ગલ્ફના દેશોમાંથી ક્રુડ ઓઇલ અને ગેસની આયાતને જબ્બર ફટકો પડયો છે. આથી ભારતમાં અનેક ઉધોગોને માઠી અસર પહોંચી છે. જામનગરની ધોરીનસ અને ઓળખ સમાન બ્રાસઉધોગ માટે જરૂ​​​​​​​રી કાચામાલની ગલ્ફના દેશોમાંથી થતી આવક બંધ છે. ગેસની સપ્લાયમાં ઘટાડાથી ગેસ આધારીત બ્રાસ એકમો બંધ થવાને આરે પહોંચ્યા છે. જેના કારણે કામદારોની રોજગારી પર ખતરો ઉભો થયો છે. બીજી બાજુ બ્રાસ ઉધોગને કમરતોડ ફટકાથી જામનગરના ટ્રાન્સપોટર્ર્ ઉધોગને માઠી અસર થઇ છે. 

જામનગરના અગ્રણી ટ્રાન્સપોર્ટરે આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજની તારીખે બ્રાસપાર્ટનો મોટી સંખ્યામાં જથ્થો ટ્રાન્સપોર્ટ મારફત અન્ય શહેરોમાં જાય છે. આ જ રીતે કાચામાલનો જથ્થો પણ ટ્રાન્સપોર્ટ મારફત આવે છે. પરંતુ બ્રાસઉધોગને ફટકાથી ટ્રાન્સપોર્ટ ઉધોગને પણ માર પડ્યો છે. ડીઝલની પણ થોડી તકલીફ છે. કારણ કે, પેટ્રોલ પંપ પર જથ્થો આવે ત્યારે મળે છે. આ કપરી સ્થિતિમાં ગુજરાતમાં આવેલા સ્ટેટ અને નેશનલ ટોલ ટેકસમાં વધારો ઝીંકવામાં આવતા ટ્રાન્સપોર્ટરોની મુશ્કેલી ઘટવાને બદલે વધી છે. વળી, ખાડી દેશોમાં ચાલતા યુઘ્ધના કારણે જામનગરના બ્રાસ ઉધોગને ભારે નુકશાન થઇ રહ્યું છે ત્યારે ટ્રાન્સપોર્ટમાં ભાડા વધારો મળી શકે તેમ નથી. આથી ટ્રાન્સપોર્ટરો ભારે મૂંઝવણ અને ચિંતામાં છે.  આટલું જ નહીં આગામી દીવસોમાં ડીઝલના ભાવ વધારાની શકયતા પણ નકારી શકાતી નથી. આથી ટ્રાન્સપોર્ટ ઉધોગ ડચકા ખાઇ રહ્યો હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. જો આ જ સ્થિતિ રહી તો જામનગરના બ્રાસઉધોગની જેમ ટ્રાન્સપોર્ટ ઉધોગ પર પણ સંકટ વધુ ઘેરૂ બનવાની ભીતિ નકારી શકાતી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application