BREAKING NEWS

દેવભૂમિ દ્વારકા : સજા વોરંટના આધારે એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી દ્વારકા એસઓજી

  • April 21, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા : સજા વોરંટના આધારે એક વર્ષથી ફરાર આરોપીને પકડી પાડતી દ્વારકા એસઓજી


દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોર્ટ દ્વારા સજા પામેલા અને પોલીસથી બચવા માટે નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નીર્લીપ્ત રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા દ્વારા વિશેષ સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સપેક્ટર વી.એ. રાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.એ. વાળાના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ સતત કાર્યરત હતી.


આ કામગીરી દરમિયાન એસ.ઓ.જી.ના આસીસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર અશોકભાઇ રાણાભાઇ સવાણી અને પોલીસ હેડ કોન્સ્ટેબલ હરદાસભાઇ જીવાભાઇ મોવરને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે સફળ કાર્યવાહી કરી હતી. જેમાં સુત્રાપાડાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આર.એમ. ચાવડાની કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ ૧૩૮ અને ૧૪૨ હેઠળ (કેસ નં. ૧૦૧૨/૨૦૨૪) એક વર્ષની સાદી કેદ તથા ૭,૮૬,૧૩૮ રૂપિયાના દંડ (દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદ)ની સજા ફરમાવવામાં આવી હતી. આ સજા વોરંટના આરોપી લાલાભા મેઘાભા કીટાણી (ઉંમર ૩૮, વ્યવસાય-ડ્રાઇવિંગ, રહે. હમુસર ગામ, તા. દ્વારકા) ને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.


આરોપી લાલાભા કીટાણી પોલીસથી બચવા માટે લાંબા સમયથી હમુસર ગામની સીમમાં આવેલી યા રહેમાનસાહ વાળી સરકારની દરગાહ પાસે ઝાડી-ઝાંખરામાં છુપાઇને ફરતો હતો. બાતમી મળતા જ પોલીસે તેને દબોચી લીધો હતો અને સજા વોરંટના હુકમ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી માટે આરોપીને મીઠાપુર પોલીસ સ્ટેશનને સોંપી દેવામાં આવ્યો છે.  




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News