BREAKING NEWS

જામનગર: ગરમી વધી રહી છે ત્યારે સ્વીમીંગપુલ બંધ હોવાથી આશ્ર્ચર્ય

  • March 28, 2026 12:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગરમી વધી રહી છે ત્યારે સ્વીમીંગપુલ બંધ હોવાથી આશ્ર્ચર્ય

સામાન્ય રીતે એક કહેવત છે કે દશેરાના દિવસે ઘોડા દોડતા નથી, જામનગર મહાપાલિકા સંચાલિત સ્વીમીંગ પુલ ફરી વિવાદમાં આવ્યો છે. એક તરફ ધો.૧૦ અને ૧૨ની વાર્ષિક પરીક્ષાઓ પુરી થઇ ગઇ છે બીજી તરફ ઉનાળો શરૂ થઇ ચુકયો છે ત્યારે દર વખતે વેકેશનમાં સ્પોર્ટસ સંકુલમાં આવેલ સ્વીમીંગ પુલમાં ન્હાવા માટે વધુ વિદ્યાર્થી ભાઇ બહેનો આવે છે. પરીક્ષા પુરી થયે ચાર પાંચ દિવસ થઇ ગયા છે પરંતુ હજુ સુધી કોર્પોરેશનનો સ્વીમીંગ પુલ જે બંધ છે એ ચાલુ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. જયારે વેકેશન પડવાનું હોય તે પહેલા શા માટે સ્વીમીંગપુલની સાફ સફાઇ અને અન્ય રીપેરીંગ કામ કરવમાં આવતુ નથી તેવો પ્રશ્ર્ન પણ લોકો પુછી રહ્યા છે, વેકેશન માંડ માંડ દોઢ થી બે મહિનાનું હોય છે ત્યારે વધુ લાભ લોકો તેનો લે તેવા આશય સાથે સ્વીમીંગ પુલ બનાવવામાં આવ્યો છે. પરંતુ કોણ જાણે કેમ જયારે વિદ્યાર્થીઓ ફ્રી થાય ત્યારે જ કંઇક ને કંઇક સમસ્યાઓ આવતી હોય છે એવું જ સ્વીમીંગ પુલમાં થયુ છે. સતાધીશોએ તાત્કાલિક આ સ્વીમીંગ પુલ ચાલુ કરવો જોઇએ તેવી માંગણી ઉઠવા પામી છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News