ગઇકાલે પુરૂષોતમ માસની પૂનમે માનવ મહેરામણની સાથો સાથ જાણે દ્વારકાનો દરીયો દ્વારકાધિશના છપ્પન સીડીએ સ્પર્શ કરવા મોજમાં આવી ગયો હતો, ૮ થી ૧૦ ફુટ મોજા કરન્ટના કારણે ઉછળ્યા હતા, હિન્દુ ધર્મમાં પુનમનું અનેરૂ મહત્વ હોય છે તેમા પણ પુરૂષોતમ મહિનાની પુનમ એટલે દ્વારકાધિશના દર્શન કરવા કૃષ્ણ ભકતો મધુસુદનના દર્શન કરવા ઘેલા બન્યા હતા, તેમની સાથો સાથ જાણે દરીયો પણ મોજમાં આવ્યો હતો કરન્ટના કારણે ૮ થી ૧૦ ફુટ મોજા ઉછળતા કૃષ્ણ ભકતો અને સહેલાણીઓ પણ ગેલમાં આવી ગયા હતા, અધિક માસની પુનમે ગોમતીમાં સ્નાન કરવાનું અનેરૂ મહત્વ હોય છે, શનિવારથી રવિવાર મોડી રાત સુધી લાખો કૃષ્ણ ભકતો ગોમતીમાં સ્નાન કરી પુણ્યનું ભાથુ બાંઘ્યુ હતું, તંત્ર દ્વારા કોઇ અનીચ્છનીય ઘટના ન બને તે માટે બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.