BREAKING NEWS

વીજળી પડવાની ઘટના સેકન્ડોમાં લઈ શકે છે જીવ, સુરક્ષિત રહેવા માટે જાણો મહત્વના નિયમો

  • May 30, 2026 04:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



વીજળીના ગડગડાટ વખતે મોબાઈલ ચાર્જિંગમાં ચોમાસા કે ઉનાળાના દિવસોમાં અચાનક ભારે પવન, વાવાઝોડું અને કડાકા-ભડાકા સાથે વરસાદી માહોલ સર્જાઈ જતો હોય છે. ભલે આવું વાતાવરણ થોડી મિનિટો માટે જ કેમ ન હોય, પરંતુ આ સમયે પૂરતી સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે. જો સહેજ પણ બેદરકારી દાખવવામાં આવે તો આકાશી વીજળી પડવાને કારણે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. 

આ ૪ ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે

મોટા ઝાડ પાસે ઊભા રહેવું
આકાશી વીજળી હંમેશા જમીન પર રહેલી ઊંચી વસ્તુઓ તરફ સૌથી પહેલા આકર્ષાય છે. તેથી ઊંચા વૃક્ષો વીજળીનો સરળ શિકાર બને છે. જો તમે આવા સમયે ઝાડની નીચે આશરો લો છો, તો વીજળી સીધી તમારા પર પડવાનું જોખમ રહે છે.
મોબાઈલ-લેપટોપ ચાર્જિંગમાં રાખવા
જ્યારે આકાશમાં વીજળી ચમકતી હોય ત્યારે ઘરોમાં અચાનક હાઈ-વોલ્ટેજ આવવાની શક્યતા વધી જાય છે. આનાથી મોબાઈલ, લેપટોપ, ટીવી જેવા કિંમતી ઈલેક્ટ્રોનિક ઉપકરણો બગડી શકે છે અથવા તેમાં બ્લાસ્ટ થઈ શકે છે. તેથી વાવાઝોડા વખતે ચાર્જરનાપ્લગ બોર્ડમાંથી કાઢી નાખવા હિતાવહ છે.
ખુલ્લા મેદાન કે ધાબા પર ઊભા રહેવું
ખરાબ વાતાવરણમાં ખુલ્લા ખેતરો, રમતગમતના મેદાનો, પબ્લિક પાર્ક કે ઘરની અગાશી (છત) પર ઊભા રહેવું ખુલ્લું આમંત્રણ આપવા બરાબર છે. આવી જગ્યાઓ પર વીજળી ત્રાટકવાની શક્યતા સૌથી વધારે હોય છે.
તોફાનમાં ડ્રાઈવિંગ કરવાની જીદ
ઘણા લોકોને લાગે છે કે હળવા પવનમાં કાર કે બાઇક ચલાવવામાં કોઈ વાંધો નથી, પરંતુ અચાનક આવતું વાવાઝોડું ડ્રાઈવિંગનું સંતુલન બગાડી શકે છે. તેથી, આકાશી આફત શરૂ થતાં જ વાહનને રોડની સાઈડમાં સુરક્ષિત જગ્યાએ પાર્ક કરી દેવું જ ડહાપણભર્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News