જામનગરમાં સ્ટ્રીટ લાઇટ અને હાઇમાસ્ટ ટાવરની મરામત માટે રૂ. ૫.૫૮ કરોડ ખર્ચાશે
મહાનગરપાલીકાની બીજી સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ. ૬.૧૪ કરોડના કામો મંજુર
જામનગર મહાનગરપાલીકાની બીજી સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ. ૬.૧૪ કરોડના કામો મંજુર કરવામાં આવ્યા છે, જેમાં શહેરના તમામ વોર્ડ તથા અન્ય ઓફીસોમાં આવેલી સ્ટ્રીટલાઇટ અને હાઇમાસ્ટ ટાવરની મરામત માટે રૂ. ૫.૫૮ કરોડના ખર્ચ કરવાનો સૈઘ્ધાંતીક સ્વીકાર કરાયો છે, શહેરમાં પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક માટે રૂ. ૧૨.૭૦ લાખના ખર્ચને લીલીઝંડી અપાઇ છે.
જામનગર મહાનગર પાલીકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટીંગ આજે ચેરમેન ધીરેન મોનાણીના અઘ્યક્ષસ્થાને મળી હતી, જેમાં મેયર મોનિકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશ ડેર, કમિશ્નર દિપેશ કેડીયા સહિત અધિકારીઓ અને કમિટીના સભ્યો હાજર રહયા હતા, સ્થાયી સમિતિની બેઠકમાં જામનગર મનપાના કમિશ્નરે ટુ ડીઝાઇન મેન્યુફેકચર સપ્લાય એન્ડ ડીલીવરી ઓફ વોટર રેસ્કયુ બોટ અને અન્ય જુદા જુદા સાધનો માટે જેએમસી ટેકનીકલ સ્પેશીફીકેશન મુજબ કરેલી દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે, જયારે વર્ષ ૨૦૨૬ માટે ભાડાથી બેક હોક લોડર, ડમ્પર, હીટાચી તથા ટ્રેકટર ટ્રોલી સપ્લાય કરવાના કામ અંગે રૂ. ૩૪.૧૪ લાખનો ખર્ચ મંજુર કરાયો છે, તદ ઉપરાંત પાયલોટ બંગલાથી દિગ્જામ સર્કલ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક અંગે કમિશ્નરે રજુ કરેલી દરખાસ્ત અન્વયે રૂ. ૧૨.૭૦ લાખનો ખર્ચ મંજુર કરાયો છે, ખાસ કરીને જામનગર મહાનગરપાલીકાના તમામ વોર્ડમાં આવેલી તમામ પ્રકારની સ્ટ્રીટ લાઇટ તથા જુદી જુદી ઓફીસ પ્રિમાઇસીસ, કમ્પાઉન્ડ વગેરે સ્થળોએ આવેલી તમામ સ્ટ્રીટલાઇટ તથા હાઇમાસ્ટ ટાવર, સીસીએમએસ પેનલ, ક્ધટ્રોલ પેનલ સ્વીચીંગ ઓન ઓફ, નાઇટ પેટ્રોલીંગ સાથે કોમ્પ્રીહેન્સીવ નિભાવ અને મરામત માટે ૫ વર્ષના કામના ખર્ચનો સૈૈઘ્ધાંતીક સ્વીકાર કરી પ્રથમ વર્ષ માટે રૂ. ૫.૫૮ કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સાથે સાથે જામનગર મહાનગરપાલીકાની આરોગ્ય શાખા હસ્તકના મલેરીયા વિભાગની વિવિધ કામગીરી સબબ આઉટસોર્સીંગ એજન્સી મારફત બે વાહન સપ્લાય કરવાના કામ માટે અગાઉની સ્ટેન્ડીંગ કમિટીમાં કમિશ્નરની થયેલી દરખાસ્ત અન્વયે રૂ. ૯.૨૩ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો, આમ જુદા જુદા કામ માટે કુલ રૂ. ૬.૧૪ કરોડના ખર્ચને મંજુરી આપવામાં આવી હતી.