દ્વારકામાં આજથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ
વ્યાસાસ્થાને શારદાપીઠના પૂ. શંકરાચાર્ય સદાનંદજી મહારાજના શિષ્ય પૂજ્ય નારાયણનંદ બ્રહમચારી શ્રીમદ ભાગવત કથાનું શ્રોતાજનોને કરાવશે રસપાન
દેવભૂમિ દ્વારકામાં ધાર્મિક અને આધ્યાત્મિક ઉર્જાનું પાવન માહોલ છે. સર્જાવા જઈ રહ્યો છે. ભગવાન દ્વારકાધીશના આશીર્વાદ તથા અનંત વિભૂષિત દ્વારકાશારદાપીઠાધીશૂ જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજના શુભાશીર્વાદથી આજથી એપ્રિલ ૨૦૧૬થી તા.૧૪ એપ્રિલ ૨૦૨૬ સુધી દિવ્ય શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૪થી સાંજે ૭ વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પાવન કથામાં કથાવ્યાસ તરીકે પૂજ્ય જગદ્ગુરુ શંકરાચાર્ય મહારાજના પરમ પ્રિય શિષ્ય પૂજ્ય નારાયણાનંદ બ્રહ્મચારી પોતાના પવિત્ર શ્રીમુખે શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું અમૃતમય વર્ણન કરશે. આ કથા દ્વારા ભક્તોને ધાર્મિક જ્ઞાન, આધ્યાત્મિક પ્રેરણા અને જીવનમૂલ્યોનું મર્મ સમજવાનો અવસર પ્રાપ્ત થશે.
આ સમગ્ર કાર્યક્રમનું આયોજન દ્વારકામાં આવેલ શંકરાચાર્ય આશ્રમ, શ્રી શારદાપીઠ મઠ ખાતે કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૪.૦૦ વાગ્યાથી સાંજે ૭.૦૦ વાગ્યા સુધી કથાનું આયોજન રહેશે, જેમાં ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી આધ્યાત્મિક લાભ લઈ શકશે.
શારદાપીઠ પરિવાર દ્વારા તમામ સનાતન ધર્માનુરાગી અને ધર્મપ્રેમી ભક્તજનોને આ દિવ્ય કથા જ્ઞાન યજ્ઞમાં હાજર રહી જીવનને ધન્ય બનાવવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.