BREAKING NEWS

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે માર્ગમાં નડતરરૂપ ટેબલ, વજનકાંટા, છત્રી સહીતનો સામાન જપ્ત

  • July 15, 2026 04:11 PM 

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે માર્ગમાં નડતરરૂપ ટેબલ, વજનકાંટા, છત્રી સહીતનો સામાન જપ્ત

મહાપાલીકાની એસ્ટેટ શાખા અને પોલીસની સંયુકત કાર્યવાહીથી દોડધામ

ટ્રાફીકને નડતરરૂપ રેંકડી સહીતના દબાણની સમસ્યાનું કાયમી નિરાકરણ કયારે? 
 
જામનગરમાં સજુબા સ્કૂલ તથા આજુબાજુના વિસ્તારમાં મનપાની એસ્ટેટ શાખા અને પોલીસે સંયુકત કાર્યવાહી હાથ ધરી માર્ગમાં નડતર‚પ ટેબલ, વજનકાંટા, છત્રી સહીતનો સામાન જપ્ત કર્યો હતો. ટ્રાફીકને નડતરરૂપ રેંકડી સહીતના દબાણની સમસ્યાનું આ વિસ્તારમાં કાયમી નિરાકરણ કયારે થશે તે એક સળગતો સવાલ છે.

જામનગરમાં સજુબા સ્કૂલ પાસે શાકમાર્કેટ તરફ જતા માર્ગ પર ટ્રાફીકને નડતરરૂપ પથારા સહીતના દબાણ દૂર કરવા મહાનગરપાલીકાની એસ્ટેટ શાખા અને પોલીસે ગઇકાલે સંયુકત કાર્યવાહી હાથ ધરી હતી. જે અંતર્ગત માર્ગમાં વાહનો અને રાહદારીઓને આવાગમનમાં નડતરરૂપ થાય તે રીતે અડીંગો જમાવીને ટેબલ, છત્રી, વજનકાંટા રાખીને બેસેલા શાકભાજીના વિક્રેતાઓ પર તવાઇ બોલાવી હતી. આટલું જ નહીં ૩૬ કેરેટ, ૧૬ ટેબલ, ૩૬ પાઇપ, ૧૮ વજનકાંટા સહીતનો સામાન જપ્ત કર્યો હતો.

મનપા અને પોલીસની દબાણ દૂર કરવાની સંયુકત કાર્યવાહીથી માર્ગ પર અનઅધિકૃત રીતે બેસેેલા શાકભાજી તથા અન્ય પથારાવાળાઓમાં દોડધામ મચી ગઇ હતી. અત્રે નોંધનીય છે કે, આ વિસ્તારમાં દબાણની સમસ્યા શીરદર્દ સમાન બની છે ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કયારે તે સળગતો સવાલ ઉઠયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application