BREAKING NEWS

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કલેક્ટરોને સીધી સત્તા સોંપાઈ

  • July 15, 2026 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત સરકારે પશુધનની સુરક્ષા માટે કેબિનેટમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં જે વિસ્તારોમાં ઓછો વરસાદ થયો છે તેવા વિસ્તારોમાં ઘાસચારાની વ્યવસ્થા માટેની સીધી સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવી છે. 


આ અંગેની વિગતો આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ઓછા વરસાદવાળા વિસ્તારોમાં પશુઓના ઘાસચારાની વ્યવસ્થામાં વિલંબ ન થાય તે માટે જિલ્લા કલેક્ટરને સીધી સત્તા સોંપવામાં આવી છે. પરિણામે, ગૌશાળા અને પાંજરાપોળમાં આશ્રય મેળવી રહેલા પશુધનના ઘાસચારા માટેની જરુરી વ્યવસ્થા માટે સમયનો વ્યય નહીં થાય.  


નાયબ મુખ્યમંત્રીએ આ અંગેનું કારણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, સામાન્યપણે આ પ્રકારની વહીવટી મંજૂરી-પ્રક્રિયામાં ઘણો સમય વ્યતિત થતો હોવાનું ધ્યાને આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે હવે જિલ્લા કલેક્ટરશ્રી જિલ્લાની વાસ્તવિક પરિસ્થિતિ અને જરૂરિયાતને ધ્યાને રાખીને ઘાસચારા બાબતે ત્વરિત નિર્ણય લઈ શકશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application