BREAKING NEWS

દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીરામ નામ મંત્ર લેખન અભિયાન

  • April 08, 2026 05:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દ્વારકાના શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીરામ નામ મંત્ર લેખન અભિયાન


દ્વારકાની પાવન ભૂમિ પર સેવાકીય પ્રવૃતિઓમાં અગ્રેસર રહેતી સંસ્થા શિવ ગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચૈત્ર માસમાં રામભકતો માટે એક અનોખા આયોજનની જાહેરાત કરતા સંસ્થા દ્વારા આઘ્યાત્મિક ચેતના જગાવવાના હેતુથી શ્રી રામ જય રામ જય જય રામ મંત્ર લેખન બુક લખવાનું આયોજન હાથ ધરાયું છે.


આ અભિયાન અંતર્ગત જે ભકતો સાધના અને શ્રદ્ધા સાથે ૧૦૧ મંત્ર લેખન બુક પૂર્ણ કરીને આપશે તેઓને સંસ્થા દ્વારા શ્રીમદ ભાગવત ગીતા, રામાયણ કે શિવપુરાણ જેવા પવિત્ર ધાર્મિક પુસ્તક ભેટ આપી સન્માનીત કરાશે.


આ ઉપરાંત જે ભકતો ૫૧ મંત્ર લેખન બુક પૂર્ણ કરશે તેઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવશે. રામનામ મૂર્તિમંત ભકિતના આ કાર્યમાં જોડાવવા અને મંત્ર લેખનની બુક મેળવવા માટે રામધૂન મંદિર, દ્વારકા (દુષ્યંતભાઇ મીન મો. ૯૯૨૪૪ ૧૭૬૧૧) અથવા હોટલ શિવગંગા-દ્વારકા (હિરેનભાઇ ઝાખરીયા મો. ૯૯૨૪૦ ૨૯૫૦૦) પર સંપર્ક કરવા જણાવાયું છે.


ધર્મ અને સંસ્કાર જતન માટેના આ પ્રેરણાદાયી અભિયાનમાં બહોળી સંખ્યામાં રામ ભકતો જોડાય તેવો અનુરોધ શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News