BREAKING NEWS

જામનગરમાં સફાઇ કર્મીનો ઝેરી દવા પી આપઘાત

  • April 15, 2026 05:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં સફાઇ કર્મીનો ઝેરી દવા પી આપઘાત


કારણ જાણવા માટે પોલીસ દ્વારા કરાતી સધન તપાસ


જામનગરના શંકરટેકરી વિસ્તાર વાલ્મીકી વાસમાં રહેતા એક સફાઇકર્મી યુવાનને કોઇ અગમ્ય કારણસર જંતુનાશક દવા પી લેતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયુ છે. બીજી બાજુ કયા કારણસર પગલુ ભરી લીધુ એ બાબતે પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી છે.

અહીંના શંકરટેકરી વાલ્મીકી વાસમાં રહેતા સફાઇકામ કરતા રામજી કિશોરભાઇ પરમાર (ઉ.વ.૩૬) નામના યુવાને ગત તા. ૨ના રોજ કોઇ અગમ્ય કારણસર કપાસમાં છાંટવાની જંતુનાશક દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજયાનુ પોલીસ ચોપડે જાહેર થયુ છે. જેના આધારે સીટી-સી પોલીસ દ્વારા બનાવ પાછળનું કારણ જાણવા સધન તપાસ હાથ ધરવામાં આવી છે. 




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News