BREAKING NEWS

જામનગરમાં બેન્ક કર્મચારીને પરિવાર સાથે કીડનેપ કરવાના પ્રકરણમાં આરોપીઓના રીમાન્ડ નામંજુર

  • April 28, 2026 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બેન્ક કર્મચારીને પરિવાર સાથે કીડનેપ કરવાના પ્રકરણમાં આરોપીઓના રીમાન્ડ નામંજુર


જામનગર ખાતે વસવાટ કરતા ચીરાગ આહીર મારફત આરોપી જયદીપસીંહ જાડેજા સાથે વ્હાઈટના નાણાને બ્લેકમાં રૂપાંતરીત કરવાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, આ વ્યવહારમાં ૨૭ લાખની રકમ ટ્રાન્સફર કરવામાં આવેલ, પરંતુ સમયસર રકમ પરત ન થતાં આરોપીઓએ કાવતરૂ રચ્યુ હતું.


તા.૨૪/૦૪/૨૦૨૬ના રોજ સાંજે ફરીયાદી પોતાના પરીવાર સાથે રાજકોટથી અમદાવાદ જવા નીકળેલ, ત્યારે ચોટીલા ટોલ નાકા નજીક સ્કોર્પીયો ગાડી આડી રાખી આ રોપીઓએ તેમની કાર રોકાવી અને ત્યારબાદ આરોપીઓએ ફરીયાદી તેમના પત્ની તેમના પુત્રી અને મીત્ર અને ડ્રાઈવરનું બળજબરીપુર્વક અપહરણ કરેલ, અને જામનગર ખાતે લઈ આવી અને ગીતામંદીર પાસે બંગલામાં એક રૂમમાં બંધક બનાવી અને રાખેલ, અને તેમના મોબાઈલ ફોન છીનવી લઈ અને મારકુટ કરેલ અને ફરીયાદી અને સમગ્ર પરીવાર ઉપર દબાણ કરાવી અને ૧૦ લાખ જેવી રકમ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. 


આંગડીયાથી મંગાવેલ, અને ૧૦ લાખની રકમ આવ્યાબાદ ફરીયાદી નીમેશભાઈ તન્નાના પત્ની અને પરીવારને આરોપીઓએ મુકત કરેલ, ત્યારબાદ ફરીયાદીને અન્ય જગ્યાએ લઈ જઈ અને વધુ દબાણ કવામાં આવેલ, ફરીયાદીના પત્નીને મુક્ત કર્યા બાદ તેમને પોલીસને તથા આઈ.જી. સમક્ષ સુધી ફરીયાદ કરેલ હતી.


આ કીસ્સામાં આઈ.જી. ચુંટણી જેવા ગંભીર માહોલમાં પણ આ ફરીયાદની ગંભીરતા લઈ અને ખુદ રૂબરૂ આવી ગયેલ, અને આરોપીઓની ધરપકડ કરી લીધેલ અને ફરીયાદીને તેમના કબજામાંથી છોડાવી લીધેલ, ત્યારબાદ આરોપીઓને નામ.અદાલત સમક્ષ રજુ કરી અને ૧૦ દીવસના રીમાંડની માંગણી કરવામાં આવેલ અને તેમાં કારણો જણાવેલ કે, આરોપીઓ બ્લેકના નાણા વ્હાઈટ કરી અને મોટું આર્થીક નેટવર્ક ચલાવે છે તેના મુળ સુધી પહોંચવું જરૂરી છે, તેમજ તેમને આ પ્રકારે બ્લેક વાઈટના ટ્રાન્સેકશનના મુળ સુધી પહોંચવું હોય, તો આરોપીના ૧૦ દીવસ સુધીના રીમાંડ મળવા જરૂરી છે, અને આ રીતે એક ગેંગ સક્રીય થયેલ છે.


તેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, બ્લેકના પૈસા વ્હાઈટ કરવાનો હાલનો કેશ નથી, અપહરણનો કેશ છે, અને બળજબરીથી પડાવી લેવાનો કેશ છે, તે મુદામાલ તમામ કબજે થઈ ગયેલ છે અને રીમાંડ રીપોટનો અભ્યાસ કરતા રીમાંડ આપવા જરૂરી જણાતા ન હોય તો આરોપીઓની રૌમાંડની માંગણી ગ્રાહય રાખવાને પાત્ર નથી.


આમ તમામ રજુઆતો બાદ આરોપીઓ જયદીપસીંહ મંગળસીંહ જાડેજા, ચીરાગ સુરેશભાઈ આહીર, એજાજ ગફારભાઈ સાયચા, અક્ષય રામભાઈ ચાવડા તથા અમીત દયાળજીભાઈ ચાવડાના રીમાંડની માંગણી ફગવી દીધેલ, આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application