BREAKING NEWS

એમપીમાં બે બાળકોનો નિયમ રદ: હવેથી વધુ બાળકો હશે તો પણ સરકારી નોકરી મળી શકશે

  • June 10, 2026 02:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓ શોધતા યુવાનો અને કર્મચારીઓને મોટી રાહત આપી છે. મોહન યાદવ સરકારે ૨૩ વર્ષ જૂના 'બે બાળકો' નિયમનો અતં લાવવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ નિયમ પાછો ખેંચવાનો આદેશ આપ્યો, જેમાં બે કરતાં વધુ બાળકો ધરાવતા ઉમેદવારોને સરકારી નોકરી મેળવવા પરનો પ્રતિબધં દૂર કરવામાં આવ્યો.મુખ્યમંત્રીએ સામાન્ય વહીવટ વિભાગને મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમોમાં બે કરતાં વધુ બાળક ધરાવતા ઉમેદવારોને સીધી ભરતી અને વિભાગીય નિમણૂકો માટે ગેરલાયક ઠેરવતી ડ્રાટ જોગવાઈ દૂર કરવાનો નિર્દેશ આપ્યો. રાય સરકારે સ્પષ્ટ્રતા કરી કે આ ડ્રાટ તાત્કાલિક અસરથી સરકારી પોર્ટલ પરથી પણ દૂર કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે આ નિયમ ૨૦૦૧માં તત્કાલીન રાય સરકારે વસ્તી નિયંત્રણના હેતુથી લાગુ કર્યેા હતો. નિયમ અનુસાર, ૨૬ જાન્યુઆરી, ૨૦૦૧ ના રોજ અથવા તે પછી બે કરતાં વધુ જીવિત બાળકો ધરાવતા કોઈપણને સરકારી સેવા માટે અયોગ્ય ગણવામાં આવતો હતો. આ જોગવાઈ સીધી ભરતી તેમજ વિભાગીય પ્રમોશન પર લાગુ પડતી હતી.
આ નિયમની અસર નોકરીના ઉમેદવારો સુધી મર્યાદિત નહોતી. મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ (આચાર) નિયમો, ૧૯૬૫ હેઠળ, બે કરતાં વધુ બાળકો હોવાને સરકારી કર્મચારીઓ માટે અનુશાસનહીન ગણવામાં આવતું હતું. જો કોઈ કર્મચારીને કટ–ઓફ તારીખ પછી ત્રીજું બાળક હોય, તો તેમની સામે વિભાગીય કાર્યવાહી થઈ શકે છે.
મુખ્યમંત્રી મોહન યાદવે આ લાંબા સમયથી ચાલી આવતી જોગવાઈની સમીક્ષા કરી છે અને તેને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. સરકારના જણાવ્યા મુજબ, નિયમો અનુસાર સુધારેલ ડ્રાટ ફરીથી પ્રકાશિત કરવામાં આવશે. કર્મચારી સંગઠનો પણ લાંબા સમયથી આ નિયમની સમીક્ષા કરવાની માંગ કરી રહ્યા છે, દલીલ કરે છે કે આ જોગવાઈ હવે જૂની થઈ ગઈ છે અને ઘણા પરિવારોને બિનજરી મુશ્કેલીનું કારણ બને છે. સરકારે જણાવ્યું છે કે નવા નિયમોનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે અને જાહેર ટિપ્પણીઓ માટે મૂકવામાં આવશે. અંતિમ સૂચના જારી ન થાય ત્યાં સુધી બે બાળકોની જરિયાત લાગુ કરવામાં આવશે નહીં.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application