BREAKING NEWS

રોગોને આમંત્રણ આપ્યા વિના ચોમાસામાં વરસાદની મજા કેવી રીતે માણવી? અપનાવો આ ટીપ્સ

  • June 10, 2026 02:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રોગોને આમંત્રણ આપ્યા વિના ચોમાસામાં વરસાદની મજા કેવી રીતે માણવી? અપનાવો આ ટીપ્સ

ચોમાસું આવતાની સાથે જ ઠેર ઠેર ખાબોચિયા ભરાય જાય છે, જેના કારણે અનેક રોગનો ભોગ બની જવાય છે, જે સામાન્ય તેમજ સ્વાસ્થ્યને લગતી અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. ત્યારે સ્વાસ્થ્યની કાળજી લેવી અનિવાર્ય બની જાય છે.

આ ઋતુમાં વાતાવરણમાં બેક્ટરીયા, વાયરસનું પ્રમાણ વધે છે તેના કારણે ગંભીર બીમારીયોની સંભાવના વધે છે. તેનાથી બચવા માટે જરૂરી કાળજી લેવી આવશ્યક બની રહે છે. 
જો ધ્યાન ન રાખવામાં આવે તો ડેગ્યું, ચીકનગુનિયા, શરદી, તાવ, ઉધરસ જેવા રોગોનો ભોગ બનતા વાર લાગતી નથી. આ બીમારીઓનું ભોગ ન બનવું પડે તે માટે આ સૂચનોનું પાલન કરવામાં આવે તો ઉપરોક્ત બીમારીથી બચી છે.

1) પાણી હંમેશા ઉકાળીને પીવું 

2) વાસી ખોરાક ન ખાવો

3) ઋતુ અનુસાર તાજા શાકભાજી અને ફળોનું સેવન કરવું

4) અતિ ઠંડા વાતાવરણમાં યોગ્ય ખાન-પાનનું ધ્યાન રાખવું

5) શરીરનો ભાગ ખુલ્લો ન રહે તેવા કપડા પહેરવા

6) પુરતી ઊંઘ લેવી

આ ઉપરાંત ઘરની સાફ સફાઈની ખાસ કાળજી રાખવી, કોઈ પણ રોગની અસર જણાય તો તુરંત જ ડોક્ટરનો સંપર્ક કરવો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application