BREAKING NEWS

જામનગર: મોહનનગર આવાસ પાસે યુવકનો મૃતદેહ મળ્યો

  • July 24, 2026 05:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: મોહનનગર આવાસ પાસે યુવકનો મૃતદેહ મળ્યો

કોઇ કારણસર મોતની છલાંગ લગાવ્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યુ

જામનગરના મોહનનગર આવાસ વિસ્તારમાં એક પુરૂષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પડયો હોવાની વિગતો મળતા પોલીસ ટુકડી દોડી ગઇ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી, મૃતકની ઓળખ મેળવવા અને કેવી રીતે બનાવ બન્યો એ દીશામાં તપાસની કાર્યવાહી લંબાવવામાં આવી હતી.
​​​​​​​
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન નજીકમાં જ રહેતો હોય અને મામાના ઘરે આવ્યો હતો અને ત્યાં ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. આ પ્રકારની વિગતો સામે આવતા સીટી-એ પોલીસ દ્વારા વધુ વિગતો મેળવવા પુછપરછ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application