BREAKING NEWS

જામનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસનો દરોડો

  • June 11, 2026 12:47 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસનો દરોડો

ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાંથી ૭ મહિલાની અટક: ૩૯ હજારનો મુદ્દામાલ કબજે : ગજણા ગામમાં માંગપતાનો જુગાર રમતા બે શખ્સ ઝબ્બે

જામનગર શહેરના ગોલ્ડન સીટી એરિયામાં ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટમાં  મહિલા સંચાલીત જુગારધામ પર પોલીસે દરોડો પાડી ૭ મહિલાની અટકાયત કરી છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ સહિત કુલ ૧૩૯ હજારનો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
સી-ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફને બાતમી મળી હતી કે ગોલ્ડન સિટી ના ગોલ્ડન નેસ્ટ એપાર્ટમેન્ટના બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવીણસિંહ જાડેજા પોતાના રહેણાંક ફ્લેટમાં બહારથી મહિલાઓને બોલાવી તીન પત્તીનો જુગાર રમાડી રહી છે. બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષકના વોરંટ સાથે પોલીસ ટીમે પંચોની હાજરીમાં દરોડો પાડ્યો હતો.

દરોડા દરમિયાન ફ્લેટના હોલમાં સાત મહિલાઓ ગોળ કુંડાળું વળી જુગાર રમતી સેરાટોન ટાવરમાં રહેતી નશીમબેન ઇબ્રાહીમ દલ, મેહુલનગર વિસ્તારમાં રહેતી મધુબેન જેરામ વાછાણી, ગુલાબનગરના આશાબેન યોગેશ મેવાણી, ખોડીયાર કોલોનીના લતાબેન હરીશ હિંદુજા, શાસ્ત્રીનગરના આનંદબા રાજેન્દ્રસિંહ ઝાલા, રણજીતનગરના લીલાબેન ધીરેન ઠાકર અને ગોલ્ડનનેસ્ટ બીજા માળે રહેતી દિવ્યાબા પ્રવિણસિંહ જાડેજાની અટક કરી હતી. પોલીસ દ્વારા દરોડા વખતે રોકડ સહિતનો ૩૯ હજારનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

અન્ય દરોડામાં લાલપુરના ગજણા ગામમાં ગંજીપતા વડે માંગપાના નામનો જુગાર રમતા ગજણા ગામના મનજી બચુ પરમાર અને રાજેશ જેરામ ડાંગર નામના બે શખ્સોને શખ્સોને રોકડા ૮૦૦ સાથે પકડી લીધા હતા. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application