BREAKING NEWS

ખંભાળિયામાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ એક્શનમાં

  • May 21, 2026 01:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ એક્શનમાં

ફૂટ પેટ્રોલિંગ સાથે પત્રિકા વિતરણ અને નિયમભંગ કરનારા સામે કડક કાર્યવાહી

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ કરવા અને વાહનચાલકોમાં જાગૃતિ લાવવા માટે જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળાની સૂચના અને ખંભાળીયા વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધીક્ષક મીત રૂદલાલના સીધા સુપરવિઝન હેઠળ આ કામગીરી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે જિલ્લા ટ્રાફિક શાખાના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.બી. જાડેજાએ પોતાની ટ્રાફિક ટીમ સાથે ખંભાળિયા ટાઉનના મુખ્ય અને વ્યસ્ત વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું.

ટ્રાફિક પોલીસની ટીમ દ્વારા ખંભાળિયાની મધ્ય બજાર તેમજ ભારે ભીડભાડ વાળા વિસ્તારોમાં પગપાળા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. બજારના સાંકડા રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા ન સર્જાય તે માટે પોલીસે વેપારીઓ અને ખરીદી કરવા આવતા ગ્રાહકો સાથે સીધો સંવાદ કર્યો હતો. વાહનો યોગ્ય જગ્યાએ અને વ્યવસ્થિત રીતે પાર્ક થાય તે માટે તમામને જરૂરી સમજણ આપવામાં આવી હતી. આ સાથે જ નાગરિકો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત બને તેવા આશયથી ટ્રાફિક રૂલ્સની માહિતી આપતી પત્રિકાઓ (પેમ્પલેટ) નું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિવિધ સ્થળોએ જાગૃતિ લાવતા સ્ટીકરો પણ લગાવવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન માત્ર સમજણ જ નહીં, પરંતુ ટ્રાફિક નિયમોનો સરેઆમ ભંગ કરનારા બેજવાબદાર વાહનચાલકો સામે પોલીસે કાયદેસરની કડક કાર્યવાહી પણ હાથ ધરી હતી.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application