BREAKING NEWS

વડાપ્રધાનના હસ્તે કાલે કાનાલુસ-જામનગર રેલ્વે ડબલ ટ્રેકને અપાશે લીલી ઝંડી

  • March 30, 2026 11:58 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાનના હસ્તે કાલે કાનાલુસ-જામનગર રેલ્વે ડબલ ટ્રેકને અપાશે લીલી ઝંડી


ભારતીય રેલવેના આધુનિકીકરણ અને ક્ષેત્રીય વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં ગુજરાત અને ખાસ કરીને જામનગર માટે એક ઐતિહાસિક ક્ષણ આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કાનાલુસ-જામનગર રેલ્વે ડબલ ટ્રેક સહિત ગુજરાતમાં કુલ ૮૯૧ કરોડના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ તકે મુખ્યમંત્રી, રાજ્યપાલ, રેલ મંત્રી હાજરી આપશે, જ્યારે જામનગરમાં સાંસદ અને રાજ્યમંત્રી ઉપસ્થિત રહેશે.

પશ્ર્ચિમ રેલ્વે દ્વારા રાજ્યમાં ૮૯૧ કરોડના રેલ્વે પ્રોજેકટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટને વિડીયો કોન્ફરન્સીંગથી લોકાર્પણ-ઉદ્દઘાટન કરશે. જેમાં કાનાલુસ-જામનગર, રેલ ખંડનું ડબલીંગ અને ગાંધીધામ-આદિપુર રેલ ખંડના મલ્ટી ટ્રેકીંગ તથા કેન્દ્રમાં હિંમતનગર, રેલલાઇનનું ઉદ્દઘાટન, અમદાવાદ-અસરવા વચ્ચે નવી ટ્રેન સેવાને લીલી ઝંડી બતાવી શુભારંભ કરવામાં આવશે. આ સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને કેન્દ્રીય રેલ મંત્રી અશ્ર્વિની વૈષ્ણવ સહિતનાઓ ઉપસ્થિત રહેશે. જ્યારે જામનગર રેલ્વે સ્ટેશન ખાતે યોજાનાર કાનાલુસ-જામનગર રેલ ખંડના ડબલીંગ કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ અને રીવાબા જાડેજા ઉપસ્થિત રહેશે.

કાનાલુસ-જામનગર રેલ ખંડનું ડબલીંગ ર૭ કિલોમીટરનું  રપ૭ કરોડના ખર્ચે પૂર્ણ થયે આ પ્રોજેકટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે. જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે, માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વ્યાપારને પણ લાભ થશે. આ પ્રોજેકટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ ડિવિઝન માટે ગૌરવ સમાન ૨૫૭ કરોડના ખર્ચે પૂર્ણ થયેલ ’કાનાલુસ  જામનગર રેલખંડ ડબલિંગ’ પરિયોજનાનું પણ લોકાર્પણ કરવામાં આવશે.  આવતીકાલે મંગળવાર જામનગર રેલવે સ્ટેશન, સર્ક્યુલેટિંગ એરિયા વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાશે.

પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓમાં  કાનાલુસ-જામનગર ડબલિંગ: ટ્રેનોના પરિચાલનમાં વિલંબ ઘટશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. ક્ષમતામાં વધારો: માલગાડીઓની ગતિ વધવાથી સ્થાનિક વેપાર અને ઉદ્યોગોને મોટો વેગ મળશે. વિકાસ આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના સામાજિક-આર્થિક પરિવર્તનનું નવું પ્રકરણ લખાશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News