BREAKING NEWS

હાલારમાં પીજીવીસીએલનો સપાટો: રૂ.૬૮.૧૦ લાખનો દંડ

  • May 20, 2026 04:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલારમાં પીજીવીસીએલનો સપાટો: રૂ.૬૮.૧૦ લાખનો દંડ

ગઇકાલે ૩૫ ટીમો દ્વારા શહેર અને ખંભાળીયા ડીવીજન વિસ્તારમાં ૪૯૬ વીજ કનેકશનો તપાસવામાં આવ્યા જેમાં ૭૮ વીજચોરી નીકળી

જામનગર શહેર ખંભાળીયા ડીવીજન અને અલગ અલગ વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા લાંબા સમય બાદ વીજ ચેકીંગની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી, ગઇકાલે કેટલાક વિસ્તારોમાં સવારના ૭ વાગ્યાથી ચેકીંગ કરવામાં આવ્યું હતું અને દિવસ દરમ્યાન ૪૯૬ કનેકશનો ચેક કરાયા હતા જેમાં ૭૮ કનેકશનમાં વીજચોરી નીકળી હતી, પીજીવીસીએલની ટીમે રૂ​​​​​​​. ૬૮ લાખનો દંડ ફટકાર્યો હતો.
 
જામનગરના પીજીવીસીએલના અધિક્ષક હસિત વ્યાસની આગેવાની હેઠળ પીજીવીસીએલની ૩૫ જેટલી ટીમે અલગ અલગ વિસ્તારમાં એટલે કે જામનગર સર્કલ, ખંભાળીયા સીટી વિસ્તારમાં મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે ચેકીંગ કર્યું હતું. ૪૯૬ કલેકશનો ચેક કરવામાં આવ્યા હતા જેમાંથી ૭૮ માં વીજચોરી પકડાઇ હતી, કાળઝાળ ગરમીમાં કેટલાક વિસ્તારોમાં ગરમીને કારણે લોડ વધારો થાય છે, જેને કારણે વીજ ચોરી પણ વધે છે, એક મહિનામાં ચુંટણીની કામગીરી ચાલી હતી હવે ફરીથી પીજીવીસીએલ અને જીયુવીએનએલ દ્વારા મેગા ઓપરેશનની કાર્યવાહી શ‚ કરી દેવામાં આવી છે. ગઇકાલે જામનગર ઉપરાંત રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં ૧૩૧ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા જેમાં કુલ રૂ .૧.૭૪ કરોડની વીજચોરી પકડી પાડવામાં આવી હતી.
​​​​​​​
જામનગરના ગાંધીનગર, મચ્છરનગર, બેડી, જોડીયા ભુંગા, તારમામદ સોસાયટી, કાલાવડ નાકા બહાર, પટ્ટણી વાડ જેવા અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજલોસ આવે છે ત્યારે પીજીવીસીએલ દ્વારા આ પ્રકારના દરોડા પાડવામાં આવશે તેમ જાણવા મળે છે. 
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application