BREAKING NEWS

જામનગર  :  પીપળી ગામના શખ્સની પાસા હેઠળ અટકાયત

  • April 28, 2026 02:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર  :  પીપળી ગામના શખ્સની પાસા હેઠળ અટકાયત


લાલપુરના પીપળી ગામના શરીર સબંધી ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા હેઠળ વોરન્ટ બજવણી કરીને લાજપોર જેલમાં મોકલી આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


એસપી સૈની દ્વારા અસામાજીક પ્રવૃતી કરનારા શખ્સો સામે કડક પગલા લેવા સુચના કરતા પીઆઇ ચૌધરી, લાલપુરના પીઆળ ગળચર અને સ્ટાફના સંદીપભાઇ, દીગુભા, દિલીપસિંહ, ટિનુભા દ્વારા જામનગર જીલ્લામાં અગાઉ શરીર સબંધી ગુનાની અસામાજીક પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજી. પી.બી. પંડયા સમક્ષ મોકલતા મંજુર કરી પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યો હતો.


જામનગર એલસીબી દ્વારા પાસા વોરન્ટની બજવણી કરી શરીર સબંધી ગુનામાં સંડોવાયેલ લાલપુરના પીપળી ગામના પ્રફુલ ઉર્ફે કાનજી પુંજા ટોયટાને અટક કરી લાજપોર જેલમાં મોકલી આપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી. 

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application