BREAKING NEWS

જામનગર : પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૪૫૧ ભૂદેવોને પરશુ દીક્ષા

  • April 22, 2026 05:02 PM 

જામનગર : પરશુરામ જન્મોત્સવ નિમિત્તે સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ દ્વારા ૪૫૧ ભૂદેવોને પરશુ દીક્ષા


રાહત દરે ચોપડા વિતરણના એક લાખ ચોપડાનું અનાવરણ કરાયું 


ભૂદેવોના આરાધ્ય દેવ ભગવાનશ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શ્રી સમસ્ત બ્રહ્મસમાજ સેવા ટ્રસ્ટ જામનગર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ તા.૧૨ થી ૧૯ એપ્રિલ દરમિયાન વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ પરશુરામ કપ , શ્લોક સ્પર્ધા, વેલડ્રેસ સ્પર્ધા, બહેનો માટે વિવિધ પ્રકારની સ્પર્ધા, નિ:શુલ્ક પંખીઓ માટે પાણીના કુંજા રોપા વિતરણ, વિધાર્થીઓ માટે એજ્યુકેશન સેમિનાર સહિતના કાર્યક્રમો યોજાયા હતા.


પરશુરામ જન્મોત્સવ નિમિત્તે શહેરના ગીતા મંદિર ખાતે વિધિ વિધાનથી દાદા નું પુજન બાદ જામનગર ઈતિહાસમાં સૌ પ્રથમ વખત પરશુ દીક્ષાનું આયોજન યોજાયું હતું જેમાં વિધિ વિધાનથી બ્રહ્મસમાજના ભાઈઓ બહેનો યુવાનો બાળકો સહિત કુલ ૪૫૧ ભૂદેવોએ પરશુ દીક્ષા ધારણ કરી હતી અને જય જય શ્રી પરશુરામજી નારા લગાવી ભક્તિમય માહોલ સર્જાયો હતો.


બ્રહ્મસમાજના અગ્રણીઓ સહિત ભાઈઓ બહેનો યુવાનો દ્વારા દાદા શ્રી પરશુરામજીની સમુહ આરતીનો લાભ લીધો હતો. ત્યારબાદ સંસ્થા દ્વારા મહાપ્રસાદ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બહુ મોટી સંખ્યામાં ઉત્સાહભેર સમસ્ત બ્રહ્મસમાજના ભાઈઓ બહેનો યુવાનો સહ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.


સંસ્થા દ્વારા દર વર્ષની પરંપરા મુજબ સર્વ જ્ઞાતિના વિધાર્થીઓ માટે રાહત દરે એક લાખ ચોપડાનું વિતરણ કરવામાં આવે છે તે ચોપડાનું સંસ્થા હોદ્દેદારો સભ્યો દ્વારા પરશુરામ જન્મોત્સવના પાવન અવસરે વિમોચન કરવામાં આવ્યું.


આ સાપ્તાહિક કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી કેતનભાઈ ભટ્ટ, ટ્રસ્ટી જયદિપભાઈ રાવલ, સુનિલભાઈ જોષી, સીમિતભાઈ રાવલ, મહેશભાઈ રાવલ, કિરીટભાઇ ઠાકર, રાજેશભાઈ ઠાકર, શૈલેષભાઈ મોઢા, વિરલભાઈ ત્રિવેદી, દેવન્દ્રભાઈ શુકલ, બીપીનભાઇ દવે, પ્રણવ રાવલ,  કપિલ રાવલ, અર્ચનાબેન જોષી,, માધવીબેન વ્યાસ, વાસંતીબેન ઠાકર, નીતાબેન મહેતા, ઉષાબેન જોષી, રક્ષાબેન ભટ્ટ,બીનાબેન દવે, જીજ્ઞાબેન વ્યાસ, દિપાલીબેન રાવલ, વિધાબેન મહેતા સહિત વગેરે સંસ્થાના ભાઈઓ બહેનો યુવાનો સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News