↵જામનગર નજીક ઠેબા ગામે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન
એક્યુપ્રેશર, સુજોક અને મેગ્નેટ પદ્ધતિથી દવા વગર સારવાર આપવામાં આવશે
શ્રી સરદાર સેવા સમિતિ – ઠેબા દ્વારા ગામલોકોના આરોગ્યલક્ષી હિતને ધ્યાનમાં રાખી નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા. ૧૪ મે ૨૦૨૬ ગુરુવારથી તા. ૧૮ મે ૨૦૨૬ સોમવાર સુધી યોજાશે.કેમ્પ દરમિયાન એક્યુપ્રેશર, સુજોક તથા મેગ્નેટ પદ્ધતિ દ્વારા વિવિધ પ્રકારની બીમારીઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે.આ કેમ્પ દરરોજ સવારે ૯:૦૦ થી ૧૨:૦૦ તેમજ સાંજે ૪:૦૦ થી ૭:૦૦ વાગ્યા સુધી શ્રી લેઉવા પટેલ સમાજ, ગામ ઠેબા, જીલ્લો જામનગર ખાતે યોજાશે.
આયોજકોના જણાવ્યા મુજબ કમરનો દુખાવો, સંધિવા, ઘૂંટણનો દુખાવો, ગેસ, એસિડિટી, કબજિયાત, પેચોટી સહિત અનેક પ્રકારની તકલીફોનો ઇલાજ દવા વગર હાથ અને પગની નાડીઓ દબાવી કરવામાં આવશે.
શ્રી સરદાર સેવા સમિતિ – ઠેબા દ્વારા વધુમાં વધુ લોકોએ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.