રાજકોટ સહિત રાજયભરમાં કાલથી બે દિ' એસટી બસનું ઓનલાઇન બુકિંગ બંધ

  • February 20, 2023 08:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત એસ.ટી. નિગમમાં મુસાફરોની સુવિધા માટે કાર્યરત અને રાઉન્ડ ધી કલોક ચાલુ રહેતી ઓનલાઈન બુકીંગ સેવા આગામી તા.૨૧-૨૨ને મંગળવાર-બુધવારના રોજ રાજયભરમાં બંધ રાખવામાં આવનાર છે.


વિશેષમાં નિગમના સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ એસ.ટી.નિગમ દ્વારા આ ઓનલાઈન બુકીંગ સીસ્ટમમાં અમુક મહત્વના ફેરફારો સાથે અપગ્રેડેશન કરવાની કામગીરી થનાર છે. જેના કારણે ઉપરોકત બે દિવસ માટે રાજકોટ સહિત રાજયભરમાં ઓનલાઈન બુકીંગ થઈ શકશે નહીં. રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમની ઓનલાઈન બુકીંગ સીસ્ટમમાં મેઈન્ટનેન્સ-અપગ્રેડેશન કાર્યવાહી હાથ ૨૩ કલાકથી ધરવાની હોવાથી આગામી તા.૨૧ તથા ૨૨ના વેબસાઇટ તેમજ મોબાઈલ એપ્લીકેશન, કાઉન્ટર બુકીંગ તથા તમામ ફ્રેન્ચાઈઝી બુકીંગ બંધ રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application