BREAKING NEWS

જામનગર: પીપળી સ્ટેશન પર ૩૧ જુલાઈ સુધી નહીં રોકાય ઓખા-ભાવનગર એક્સપ્રેસ

  • May 30, 2026 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: પીપળી સ્ટેશન પર ૩૧ જુલાઈ સુધી નહીં રોકાય ઓખા-ભાવનગર એક્સપ્રેસ

ફૂટ ઓવરબ્રિજ અને નવા પ્લેટફોર્મના નિર્માણ કાર્યના પગલે લેવાયો નિર્ણય

રાજકોટ ડિવિઝન હેઠળના પીપળી રેલવે સ્ટેશન પર મુસાફરોની સુવિધાઓના અપગ્રેડેશન (વિકાસ) ના હેતુથી ફૂટ ઓવર બ્રિજ અને નવા પ્લેટફોર્મનું નિર્માણ કાર્ય પ્રગતિ હેઠળ છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત કાર્યના પગલે ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેનનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ (ઠેરાવ) અસ્થાયી ધોરણે રદ કરવામાં આવ્યું છે.

ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા-ભાવનગર એક્સપ્રેસનું પીપળી સ્ટેશન પરનું સ્ટોપેજ, જે અગાઉ ૩૧ મે, ૨૦૨૬ સુધી રદ કરવામાં આવ્યું હતું, તે હવે લંબાવીને ૩૧ જુલાઈ, ૨૦૨૬ સુધી કરવામાં આવ્યું છે. રેલ પ્રશાસન મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ આ ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની મુસાફરીનું આયોજન કરે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application