ચૂંટણી પ્રચાર-સરઘસમાં લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી અંગેનું જાહેરનામું
દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત અને તેના હેઠળ આવતી ખંભાળિયા, ભાણવડ, દ્વારકા અને કલ્યાણપુર તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તથા ખંભાળિયા નગરપાલિકા અને જામ રાવલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૬ તેમજ સલાયા નગરપાલિકાના વોર્ડ નં.૩ની પેટા ચૂંટણી ૨૦૨૬ અંતર્ગત મતદાન તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર છે.
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આ ચૂંટણી યોજવા અંગેની જાહેરાત તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ કરવામાં આવી છે. આ તારીખથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના એકમ હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં આવેલ છે.જેથી ઉક્ત ચૂંટણી દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના મતદાર વિભાગમાં ઉમેદવારો તરફથી લાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી મેળવવામાં સુગમતા રહે તેમજ આચારસંહિતાનું યોગ્ય રીતે પાલન થાય તે હેતુથી ચૂંટણીના હેતુ માટે તેમજ તે સિવાયના અન્ય તમામ હેતુઓ માટે માંગવામાં આવતી પરવાનગીઓના સંદર્ભમાંલાઉડ સ્પીકર વગાડવાની પરવાનગી આપવાના અધિકારો ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ સુધી આ મુજબના અધિકારીઓને આપવામાં આવેલ છે.
ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીરકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીરકર વગાડવાની મંજૂરી ખંભાળિયા નગરપાલિકા વિસ્તાર, સલાયાનગરપાલિકા વિસ્તાર અને ખંભાળિયા તાલુકા પંચાયત વિસ્તાર માટે ખંભાળિયા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીકિર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીંકર વગાડવાની મંજૂરી દ્વારકા તાલુકા પંચાયત વિસ્તાર માટે દ્વારકા મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ, ભાણવડ તાલુકા પંચાયત વિસ્તારમાં ચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીટકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીાકર વગાડવાની મંજૂરી ભાણવડ મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ તથા કલ્યાણપુર તાલુકા પંચાયત વિસ્તાર અને જામરાવલનગરપાલિકા વિસ્તારમાંચૂંટણી પ્રચારમાં ફરતા વાહનમાં લાઉડ સ્પીયકર વગાડવાની મંજૂરી અને ફકત ચૂંટણી સરઘસમાં લાઉડ સ્પીરકર વગાડવાની મંજૂરી કલ્યાણપુર મામલતદાર અને એક્ઝ્યુકેટીવ મેજિસ્ટ્રેટ પાસેથી લેવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશમાં જણાવાયું છે.