BREAKING NEWS

જામનગરમાં તા.૭ જુનના રોજ યોજાનાર જી.પી.એસ.સી.ની પરીક્ષાઓને લઈને પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

  • June 03, 2026 01:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં તા.૭ જુનના રોજ યોજાનાર જી.પી.એસ.સી.ની પરીક્ષાઓને લઈને પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું

ગુજરાત જાહેર સેવા આયોગ, ગાંધીનગર દ્વારા આગામી તા.૦૭/૦૬/૨૦૨૬ને રવિવારના રોજ જાહેરાત ક્રમાંક: GPSC/202627/9994 ની પ્રીલીમીનરી પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષા દરમ્યાન ચોરીના દુષણના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે. આ ચોરીના દુષણમાં પ્રશ્નપત્રો કે તેના તૈયાર ઉતરો કોપીયર મશીન દ્વારા સત્વરે તૈયાર થઈ પરીક્ષા ખંડમાં પહોંચવાથી તેમજ મોબાઈલ ફોનથી પરીક્ષાર્થીને મદદ કરવાના બનાવોના કારણે તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓ નિયમ અનુસાર પરીક્ષા આપતા હોય તેવા વિદ્યાર્થીઓને માનસિક પરિતાપ થવાની સંભાવના છે.


માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ. એમ. કાથડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા (સરકારી/ અર્ધસરકારી કે જાહેર સાહસો સિવાયના) કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ તા.૦૭/૦૬/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી બપોરે ૩:૩૦ કલાક સુધી તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષા વિષયક પત્રો, દસ્તાવેજી કાગળોની નકલો કાઢવી નહીં. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application