સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ વેરાવળ-બાંદ્રા ડેઈલી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી બતાવીને સ્ટોપેજનું ઉદ્ઘાટન કર્યું

  • October 14, 2023 01:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

રેલવે મંત્રાલયના આદેશ મુજબ વેરાવળ-બાંદ્રા દૈનિક એક્સપ્રેસ ટ્રેનને 6 મહિના માટે પ્રાયોગિક સ્ટોપેજ પશ્ચિમ રેલવે, ભાવનગર ડિવિઝનના માળીયા હાટીના સ્ટેશન પર શરૂ કરવામાં આવ્યું છે. સાંસદ જૂનાગઢ (લોકસભા) રાજેશભાઈ ચુડાસમાએ 14.10.2023 (શનિવાર) ના રોજ ધારાસભ્ય - માંગરોળ, ભગવાનભાઈ કરગઠીયાની ગરીમામયી હાજરીમાં માળીયા હાટીના રેલ્વે સ્ટેશનથી ટ્રેનને લીલી ઝંડી બતાવીને હોલ્ટનું ઉદ્ઘાટન કર્યું. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા મુજબ, આ ટ્રેનનું વિગતવાર માહિતી આ મુજબ છે


વેરાવળથી બાંદ્રા સુધી દોડતી વેરાવળ-બાંદ્રા ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો માળીયા હાટીના રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 12.18/12.19 કલાકનો રહેશે. તેવી જ રીતે, બાંદ્રાથી વેરાવળ સુધી દોડતી  બાંદ્રા-વેરાવળ ડેઇલી એક્સપ્રેસ ટ્રેનનો માલીયા હાટીના રેલ્વે સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય અનુક્રમે 05.37/05.38 કલાકનો રહેશે. 


આ પ્રસંગે ડિવિઝનલ રેલ્વે મેનેજર શ્રી રવીશ કુમાર સહિત ડીવીઝનના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ, માળીયા હાટીનાના લોકો, રેલ્વે મુસાફરો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રેનના સ્ટોપેજને લઈને રેલ્વે મુસાફરો અને માળીયા હાટીનાના લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ટ્રેનના સ્ટોપેજ સંદર્ભે સાંસદ રાજેશભાઈ ચુડાસમાએ ત્યાં હાજર લોકો સાથે વાત કરી. લોકોએ રેલવે પ્રશાસન અને તેમના સાંસદનો આભાર વ્યક્ત કર્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application