અઠવાડિયાના આ દિવસે સૌથી વધુ આવે છે જીવલેણ હાર્ટ એટેક, સંશોધનમાં થયો ખુલાસો

  • June 07, 2023 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાર્ટ અટેકથી મોત થવાનું પ્રમાણ વધ્યું છે.રોજ 2 થી 3 વ્યક્તિના હાર્ટએટેકથી મોત થાય છે. 2 દિવસ પહેલા જ જામનગરના હૃદયરોગના નિષ્ણાંત ડોક્ટરનું જ હાર્ટએટેકથી મોત નીપજ્યું છે.ત્યારે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના નવા સંશોધન કર્યું છે કે અઠવાડિયાનો પહેલો દિવસ એટલે કે સોમવારના રોજ હાર્ટએટેકથી વધુ મોત થાય છે.


બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના નવા સંશોધનમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે સોમવાર તમારા હૃદય માટે ખરાબ હોઈ શકે છે. સંશોધન દર્શાવે છે કે અઠવાડિયાના અન્ય દિવસોની તુલનામાં સોમવારે હૃદયરોગનો હુમલો થવાની સંભાવના ઘણી વધારે છે. જોકે, રવિવારે પણ હાર્ટ એટેકમાં સામાન્ય વધારો થયો છે. આ નવો અભ્યાસ બ્રિટિશ કાર્ડિયોવેસ્ક્યુલર સોસાયટી કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં હાર્ટ એટેકના સમય અને કારણો પર સંશોધન કરવામાં આવ્યું હતું. 2005ના અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે 'બ્લુ મન્ડે'ના દિવસે પુરુષોમાં હાર્ટ એટેક વધુ જોવા મળે છે અને તે દારૂના સેવન સાથે પણ સંકળાયેલા હતા.


ન્યૂયોર્ક પોસ્ટમાં છપાયેલા સમાચાર અનુસાર બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સર નિલેશ સામાણીએ એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે હવે આપણે એ જાણવાની જરૂર છે કે શા માટે અને કેવી રીતે જોવું કે તે અઠવાડિયાના ક્યાં ચોક્કસ દિવસોમાં હાર્ટએટેકની શક્યતા વધારે છે. જો આ ખબર પડી જાય તો ડોક્ટરોને આ જીવલેણ સ્થિતિને વધુ સારી રીતે સમજવામાં મદદ મળી શકે છે અને ભવિષ્યમાં ડોક્ટરો વધુ જીવ બચાવી શકશે.


નિષ્ણાતોના મતે, કેટલાક પુરાવા અનુસાર  આનું કારણ સોમવારે તણાવના હોર્મોન્સ સાથે સંબંધિત હોઈ શકે છે. આ વિષય પર બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટના કાર્ડિયોલોજિસ્ટ ડૉ. જેક લાફને જણાવ્યું હતું કે આ કામ પર પાછા ફરવાના તણાવને કારણે થઈ શકે છે. આટલું જ નહીં તણાવ વધવાથી સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર વધે છે.જે હાર્ટ એટેકની શક્યતાઓ વધારવા સાથે જોડાયેલું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application