પાલીતાણામા લગ્ન પ્રસંગે યોજાયેલ જમણવારમાં ભોજન આરોગ્યા બાદ ૩૦૦ થી વધુ લોકોને ફૂડ પોઈઝનીગ

  • January 02, 2023 05:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

મોડી રાત્રે માનસિંહજી હોસ્પિટલ સહિત ખાનગી હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળાં ઉમટી પડ્યા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું


પાલીતાણા શહેરમાં રહેતા એક મુસ્લિમ પરીવારના આંગણે યોજારેલ શાદી ના જમણવારમાં ભોજન આરોગ્યા બાદ ૩૦૦ થી વધુ લોકોને ખોરકની ઝેરી અસરો થતાં તત્કાલ સારવાર અર્થે હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતાં આ અસરગ્રસ્તોમાં અડધા થી વધુ સંખ્યા બાળકોની હોય જેને પગલે મોડી રાત્રે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.


આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં રહેતા અને અને ગારીયાધાર રોડપર પાન-માવાની દુકાન ધરાવતા યુનુસ મહેતરના આંગણે શાદીનો પ્રસંગ હોય આથી પાલીતાણાના તળાવ વિસ્તારમાં આવેલ જમાત ખાનામાં દાવતનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એક હજારથી વધુ લોકો એ સફરજનનો હલવો છાશ ચિકન બિરીયાની મટન સહિતનું નોનવેજ ભોજન આરોગ્યુ હતું 


દરમ્યાન ભોજન બાદ પ્રથમ બાળકોને ઝાડા-ઉલ્ટી સાથે તબિયત કથળતા હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતાં દરમ્યાન એક બાદ એક બાળક અને ત્યારબાદ યુવાનો મહિલાઓ અને વૃદ્ધો એ પણ ઝાડા-ઉલ્ટી સહિત તબિયત અસ્વસ્થ થયાની ફરિયાદ કરતાં જોતજોતામાં ૩૦૦ થી વધુ લોકો ને આ પ્રકારે ખોરાકી ઝેરી અસરોના લક્ષણો વર્તાતા સમગ્ર સ્થિતિ ને પારખીને સ્થાનિક પ્રશાસન તથા સામાજિક કાર્યકરો મદદે દોડી આવ્યા હતા


 પાલીતાણાની સરકારી હોસ્પિટલ માનસિંહજી સહિત ખાનગી હોસ્પિટલમાં અસરગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા આ બનાવમાં ૫૦ ટકાથી વધુ બાળકો હોય આથી લોકો માં ભારે ભય ફેલાયો હતો મોડી રાત્રે એક બાદ એક દર્દીની સંખ્યામાં વધારો થતાં માનસિંહજી હોસ્પિટલમાં લોકોના ટોળેટોળાં એકઠાં થયા હતા 


હોસ્પિટલ સત્તાવાળને આ અસરગ્રસ્તો માટે સારવાર અર્થે ની અલાયદી વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી જેમાં ત્રણ થી વધુ દર્દીઓની તબિયત ગંભીર જણાતા  ખાનગી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યાં હતાં આ બનાવની જાણ પાલિતાણા નગરપાલિકાના પ્રમુખ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ ને થતાં કાફલો દોડી આવ્યો હતો અને વ્યવસ્થા સાથે તપાસ હાથ ધરી હતી 


આ અંગે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે પણ શાદીના પ્રસંગે બનાવાયેલ તથા બહારથી લાવવામાં આવેલ ખાદ્યપદાર્થો ના નમૂનાઓ લઈ પરીક્ષણ અર્થે મોકલી તપાસ હાથ ધરી છે આ ઘટના અંગે ધારાસભ્ય સહિતના નેતાઓ પણ પહોંચ્યા હતાં અને અસરગ્રસ્તોની પુછતાછ કરી હતી શાદી પ્રસંગે ઘટેલી આ ઘટનાને પગલે લોકો માં ભય નો માહોલ સર્જાયો હતો આ અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application