રવિવારે સવારે 5 વાગ્યે શેઠજી દેરાસર પટાંગણથી પ્રસ્થાન : નવકારશીનું આયોજન
પર્યૂષણ પર્વ પૂર્ણ થયા બાદ હાલમાં જામનગર શહેરના ચાંદીબજારમાં આવેલ શેઠજી દેરાસર પેઢી સંચાલિત જ્યોતિ-વિનોદ ઉપાશ્રય-પાઠશાળામાં જામનગરના પનોતા પુત્ર પ.પૂ. હેમન્તવિજયજી મ.સા. 40 વર્ષ પહેલા દિક્ષા ગ્રહણ કર્યા બાદ પ્રથમ વખત જામનગરમાં ચાર્તુમાસ કરવા પધારેલ છે. તેમની સાથે પ.પૂ. દેવરક્ષિતવિજયજી મ.સા. નિશ્રામાં પર્યૂષણ પર્વમાં આશરે 200 જેટલી તપશ્ર્ચર્યા પૂર્ણ કરેલ હતી. તમામ તપસ્વીઓને ખૂબ જ સારી સાતા રહી હતી. જામનગરથી નજીક ધુંવાવ ગામે 500 વર્ષ પ્રાચીન જિનાલય સુપાર્શ્ર્વનાથ દેરાસર આવેલુ છે. આ ધુંવાવમાં જૈનોના અગાઉ ઘણાં બધા ઘરો હતા. હાલમાં એકપણ ઘર જૈનનું નથી.
વિશા શ્રીમાળી તપગચ્છ જૈન સંઘ દ્વારા આયોજિત ધુંવાવમાં આવેલ સુપાર્શ્ર્વનાથજી જિનાલય શેઠજી જૈન દેરાસર પેઢી સંચાલિત ચલાવવામાં આવે છે. આ ચમત્કારીક જિનાલયે રવિવાર તા. 15ના રોજ શેઠજી દેરાસર પટાંગણમાંથી સવારે 5 વાગ્યે પગપાળા (પગેચાલી) ને ધુંવાવ તિર્થે જવાનું છે. ધુંવાવ જિનાલયે પહોંચીને ત્યાં સ્નાત્ર પૂજા ભણાવવામાં આવશે. ત્યારબાદ નવકારશીનું આયોજન કરેલ છે. જેના પાસ રૂા. 50 આપી (રિફંડેબલ) ચાંદીબજારમાં આવેલ પાઠશાળામાં પેઢીમાંથી મેળવવાના રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગોવામાં પ્રવાસીઓની બોટ પલટી, એકનું મોત, 20 ઘાયલ
December 25, 2024 09:42 PMકાંકરિયા કાર્નિવલ 2024: કલાકારોની રમઝટ સાથે મુખ્યમંત્રીના હસ્તે શુભારંભ
December 25, 2024 09:40 PMઝઘડિયાની દુષ્કર્મ પીડીતા દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે જામનગર આપ દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી
December 25, 2024 06:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech