બાટવાના સરાડીયા પાસે બોગસ લૂંટ મામલે પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી લીધા છે. ત્યારે છ દિવસના રિમાન્ડ અંતર્ગત એલસીબી દ્રારા ગઈકાલે આરોપીઓને સાથે રાખી લૂંટ ના પ્લાનિંગ અંગે એસપી હર્ષદ મહેતા ના માર્ગદર્શન હેઠળ એલસીબીપીઆઈ પટેલ સહિતની ટીમે રી કન્સ્ટ્રકશન કરવામાં આવ્યું હતું. અને બનાવના સ્થળે લઈ જઈ કેવી રીતે અંજામ આપ્યો તે અંગે ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં યાજ્ઞિક જોષી એ મોહિત જોશીને ખખાવી રોડ પર જે જગ્યાએ સોનાના દાગીના બોકસમાંથી કાઢી રોકડા પિયાનો પોટલું બાંધી આપેલ તે સ્થળે પંચોની હાજરીમાં કન્સ્ટ્રકશન કરાયું, યાજ્ઞિક જોશી અને ધનરાજ ભાંડકેએ ખાલી બોકસ અલગ અલગ અંતરમાં ફેકેલ તે ત્રણ બોકસ કબજે કરાયા, ધનરાજ દ્રારા ગુન્હામાં વપરાયેલ પીળા કલરનું કટર ચાલુ ગાડીએ પાજોદ રોડ ઉપર ફેંકી દીધેલ તે કટર પણ કબજે કયુ અને સાથે સાથે આરોપી ધનરાજ ભાંડગેએ સોનાના દાગીના જે કાળા કલરના બેગમાં અમદાવાદથી લાવેલ હતા તે કાળા કલરના બેગમાં પથ્થરો ભરી સરાડીયા વચ્ચેના રસ્તામાં વોકળામાં ફેંકી દીધેલ તેમાં એલસીબીની ટીમે તરવૈયાઓની મદદથી કાળા કલરનું બેગ કબજે કયુ હતું.
આ ઉપરાંત યાજ્ઞિક જોશીની પૂછપરછ દરમિયાન બનાવ પહેલા ગોલ્ડ કંપનીમાંથી ૨૦૦ ગ્રામ દાગીના શ્રીજી ટચ અમદાવાદ ખાતે જવેલર્સ નામની દુકાને ઓગાળી વેચી નાખેલ અને તેની૧૧.૩૯ લાખની રકમ મળેલ હતી તે પણ કબજે કરવામાં આવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆ વકફ બોર્ડ છે કે જમીન માફિયાઓનું બોર્ડ... અમે કુંભની જમીન પર કોઈને કબજો નહીં થવા દઈએ: સીએમ યોગી
January 27, 2025 05:36 PMશું ગંગામાં ડૂબકી લગાવવાથી ગરીબી દૂર થશે? અમિત શાહના મહાકુંભ સ્નાન પછી ખડગેનો કટાક્ષ
January 27, 2025 05:12 PM‘ગેમ ચેન્જર’ જસપ્રીત બુમરાહે ઇતિહાસ રચ્યો, ICC એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય ફાસ્ટ બોલર બન્યો
January 27, 2025 04:50 PMનવા અભ્યાસ મુજબ મિડલ ચાઇલ્ડ હોય છે વધુ પ્રામાણિક, નમ્ર અને સહયોગી
January 27, 2025 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech