રાજકોટ શહેર પોલીસ બેડામાં કર્મચારીઓની આંતરિક બદલીઓમાં કમિટી સિસ્ટમમાં જે કોઇ કર્મચારીઓ માગ્યા મુજબ જગ્યા માગે તે જગ્યાઓ પર બદલીઓ થઇ રહી છે. સારી જગ્યા પર પોસ્ટીંગ કોને ન ગામે ? એ મુજબ માગણી મુજબના બદલી લીસ્ટમાં પીસીબીમાં જવા ડીસીબીમાં જવાની હોડ લાગી હોય તે મુજબ આ બંને બ્રાંચમાં જુના જોગીઓના ઓર્ડર થયા છે.
પોલીસ કમિશનર દ્રારા ગઇકાલે જાહેર કરાયેલો બદલીના વધુ એક લીસ્ટમાં ડીસીબીમાં યુનિવર્સિટીના મૈસુર કુંભારવાડિયા, પ્ર.નગરના ચેતનભાઇ ચાવડા તથા એ ડિવિઝનના રમેશભાઇ માલકિયાના ઓર્ડર થયા છે. આવી રીતે ડીસીબીના વધુ એક કામઢા કર્મચારી વિજયભાઇ મેતાનું ઘર બદલાયુ છે. પાવરફત્પલ બની રહેલી પીસીબીમાં પોસ્ટીંગમાં મળ્યું છે. આવી જ રીતે ડીસીબી કરી ચૂકેલા હાલ એસઓજીમાં રહેલા ઘનશ્યામસિંહ પ્રતાપસિંહનો ઓર્ડર પણ પીસીબીમાં થયો છે.
૨૯ ઓર્ડરમાં એક કર્મીની જાહેર હિતમાં અન્ય ૨૮ને માગણી મુજબ બદલીઓ કરી અપાઇ છે. કદાચિત સી.પી., એડી. સી.પી. તથા ડીસીપી ઝોન–૨ રાજકોટ માટે અને સ્ટાફ માટે નવા ચહેરા છે. જેથી તેઓને કદાચ કોણ કેવા શું કામગીરી તે વીશે વધુ ખ્યાલ ન હોય પરંતુ જે રીતે માગણી મુજબ બદલીઓ થઇ રહી છે તેમાં કોઇ જુના અધિકારીઓ ધ્યાન પર મુકનારા નહીં હોય કે તેઓનુ પુછાતું નહી હોય ? આવો પણ એક આંતરિક ગણગણાટ ચાલી રહ્યો હશે
ડીસીબીમાં હોવા છતાં માગણી મુજબ પીસીબીમાં બદલી કરાવવાની તાલાવેલી કેમ ?
પીસીબી પાવરમાં આવનારી છે એ પારખુઓને અગાઉથી જ ખ્યાલ આવી ગયો હશે તેમ માગણી મુજબ બદલીઓના સી.પી. દ્રારા ઓર્ડર થઇ રહ્યા છે તેમાં ડીસીબી, એસઓજી જે બંને બ્રાંચ પણ કી–પોસ્ટ કે માભાદાર છે. શહેરભરમાં બંનેના ગામે ત્યાં ડંકા વાગે જ છે. આમ છતાં આ બંને બ્રાંચ મુકીને પીસીબીમાં પોસ્ટીંગ કરાવવાની તાલાવેલી કેમ જાગી હશે ? જે ઓર્ડરો થઇ રહ્યા છે તેમાં હાલ ડીસીબીમાં રહેલ કે ડીસીબી કરી ચૂકેલા જ 'ચુનંદા' કર્મીઓના જ પીસીબીમાં ઓર્ડર થયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ઓપરેશનની ક્ષમતા વધારી, ઊંચા વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ
November 22, 2024 04:10 PMશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech